Sensex

વિગતવાર સમાચાર

ખોવાઈ ગયેલા મોબાઈલ મૂળ માલિકોને શોધીને પરત કરતી ખંભાળિયા પોલીસ

દસ આસામીએ મોબાઈલ ખોવાયાની જાણ કરીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨: ખંભાળિયા પંથકમાંથી દસ આસામીના મોબાઈલ ખોવાઈ ગયાની પોલીસમાં કરવામાં આવેલી જાણના પગલે પોલીસે તે તમામ મોબાઈલ શોધી કાઢી તેના મૂળ માલિકો ને પરત સોંપી આપ્યા છે.

દ્વારકા જિલ્લાના જુદા જુદા દસ આસામીઓ દ્વારા પોલીસમાં પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અંદાજે રૂ.ર લાખની કિંમતના આ મોબાઈલને શોધી કાઢવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યાે હતો. તે પછી તમામ દસ મોબાઈલને શોધી કાઢવામાં આવ્યા હતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા ના પીઆઈ બી.જે. રસવૈયા તથા સ્ટાફ દ્વારા ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તે મોબાઈલ તેના મૂળ માલિકોને પરત સોંપી આપવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial