Sensex

વિગતવાર સમાચાર

જમીનના વિવાદના પગલે ઢીંચડા પાસે આવેલી જગ્યામાં બે જૂથ વચ્ચે મારામારી

બે મહિલા સહિત ત્રણને ફ્રેક્ચરઃ આઠ સામે ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના ઢીંચડા રીંગ રોડ પર એક કંપનીની જગ્યા અંગે વિવાદ થયા પછી તે જગ્યા પર ગઈકાલે સવારે બેડીના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બે મહિલા સહિત ત્રણને ફ્રેક્ચર થઈ ગયા છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ આઠ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના બેડીમાં આઝાદ ચોકમાં રહેતા સલીમ મહંમદઅલી છેર તથા અન્ય વ્યક્તિઓ ગઈકાલે બપોરે ઢીંચડા રીંગરોડ પર ઈન્ટ્રીગેટ અરવિંદ એન્ડ કંપની પાસે ગયા હતા. આ કંપનીની જમીન અંગે વિવાદ થયા પછી અદાલતમાં તેનો કેસ ચાલી રહ્યો છે ત્યારે ત્યાં ગયેલા સલીમ પર ધોકા-પાઈપ, કુહાડી વડે કારૂભાઈ પતાણી, હાજી પતાણી અને હાજીના બે પુત્રએ હુમલો કરી માર માર્યાે હતો. વચ્ચે પડનાર હાસમ, રૂકસાનાબેન કકલ, સારાબેનને ફ્રેક્ચર થઈ ગયા છે. સલીમ છેરે ફરિયાદ નોંધાવી છે.

તે ફરિયાદની સામે કારૂ સીદીકભાઈ પતાણીએ વળતી ફરિયાદ નોંધી જણાવ્યું છે કે, આ જમીનમાં દીવાલ ચણવાનો કોન્ટ્રાકટ મળતા શરૂ થયેલા કામ પર ગઈકાલે હાજી પતાણી ચોકીદાર તરીકે ફરજ પર હતા ત્યારે તમારા બાપની જગ્યા નથી તેમ કહી હાસમ જાકુબ કકલ, અનવર અબ્દુલ કકલ, સલીમ મહંમદઅલી છેર, મહેમુદ મહંમદઅલી છેરે પાઈપ, ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. જેમાં કારૂભાઈને ફ્રેક્ચર થઈ ગયું છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી આઠ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial