Sensex

વિગતવાર સમાચાર

માનસિક બીમારીથી કંટાળી જઈ આહિર સિંહણ ગામના પરિણીતાએ ખાધો ફાંસો

પતિએ પોલીસને જાણ કરતા તપાસ આરંભાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ખંભાળિયાના આહિરસિંહણ ગામમાં વસવાટ કરતા એક મહિલાએ પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈને રવિવારે ઘરમાં કોઈ ન હતું ત્યારે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે પતિનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના આહિરસિંહણ ગામમાં વસવાટ કરતા હીનાબેન ભીમશીભાઈ ચાવડા (ઉ.વ.૪૮) નામના પરિણીતા છેલ્લા દોઢેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. આ મહિલાને જામનગરના એક ખાનગી ક્લિનિકમાં સારવાર અપાવવામાં આવી રહી હતી.

તે દરમિયાન દવા લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળેલા હીનાબેને રવિવારે સવારે સાડા દસ વાગ્યાથી બપોરના બાર વાગ્યા દરમિયાન પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. બપોરે ઘેર આવેલા પતિ ભીમશીભાઈ ભોલાભાઈ ચાવડાને તેની જાણ થતાં તેઓએ હીનાબેનને નીચે ઉતારી ચકાસતા આ મહિલા મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવની પોલીસને જાણ કરાતા ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી પતિનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial