Sensex

વિગતવાર સમાચાર

કૃષ્ણ જન્મોત્સવ-ગિરિરાજ ઉત્સવ દરમિયાન ગૌમાતાને લાડુના જમણઃ આજે કાનગોપીનો રાસ

સલાયામાં સામાણી પરિવારની ભાગવત સપ્તાહમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રઃ સલાયામાં ચાલતી ભાગવત કથામાં દરરોજ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે મંગળવારે ટિકરની કાનગોપી રાસ મંડળીનું આયોજન છે. ગઈકાલે અગિયારસના ગાયોને લાડવા તેમજ કૃષ્ણ જન્મોત્સવ અને ગિરિરાજ ઉત્સવમાં લોકોએ ઉમંગભેર લાભ લીધો હતો.

સલાયામાં લોહાણા મહાજન વાડીમાં નટવરલાલ ગોરધનદાસ સામાણી પરિવાર (લંડન) દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સલાયા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી રહ્યું છે. દરરોજ કથામાં જુદા જુદા ધાર્મિક ઉત્સવો ઉજવાય છે, જેમાં રવિવારે કૃષ્ણ જન્મોત્સવ તેમજ સમસ્ત હિન્દુ સમાજની નાતનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સોમવારે અગિયારસના શ્રી ગિરિરાજ ઉત્સવ અને ગૌ માતાને વસાણ યુક્ત લાડવા જમાડવામાં આવ્યા હતાં, જેમાં લાલજી મંદિર ગૌસેવા સમિતિએ સેવા આપી હતી. આજે મંગળવારે ટીકરના જગાભાઈ આહિરની કાનગોપીની રાસ મંડળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આ ધર્મ ઉત્સવોનો બહોળા પ્રમાણમાં લાભ લેવા યજમાન પરિવારના પિયુષભાઈ સામાણી તેમજ ઈલાબેન સામાણીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial