Sensex

વિગતવાર સમાચાર

રાજકોટમાં બ્રહ્મ સમાજનું મહાસંમેલન

આગામી સાતમી ડિસેમ્બરે યોજાશે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: બ્રાહ્મણોની સમગ્ર ગુજરાતના દરેક વિધાનસભા વિસ્તારમાં વસતિ હોવા છતાં પણ હાલના સત્તાધારી પક્ષ તથા અન્ય રાજકીય પક્ષો દ્વારા બ્રાહ્મણોની અવગણના થતી હોય, આગામી તા. ૭-૧૨-૨૫ના રાજકોટમાં ઐતિહાસિક મહાસંમેલન મળી રહ્યું છે ત્યારે ગુજરાતના ગામે ગામથી ભૂદેવો ઉમટી પડશે.

રાજકોટ બ્રહ્મ સમાજ અગ્રણી તથા ખૂબજ સેવાભાવી બ્રહ્મ કાર્યકર મીલનભાઈ શુકલએ જણાવેલ કે કર્મકાંડી બ્રાહ્મણોની પરંપરાથી ચાલતી પ્રવૃત્તિને વ્યવસાય ગણવા સરકાર પર દબાણ લાવવું, બ્રાહ્મણોને સોશ્યલ મીડિયા પર ગાળો દેવા તથા વિરોધ કરનારા બ્રાહ્મણો પર કાયદાનો દુરૂપયોગ થવો, તિર્થ સ્થાનોમાં વામપંથી વિચારવાળા અધિકારી આવે ત્યારે તિર્થ પૂરોહિતોનું શોષણ, અન્યાય થવો, રાજકીય પક્ષો દ્વારા આવડા મોટા સમાજની અવગણના, ઘણી વખત ટીકીટો આપી કેન્સલ કરવી, બ્રાહ્મણો માટે મોટા શૈક્ષણિક સંકુલો બનાવવા, મજબૂત ટીમ બનાવવા, સમાજના નામથી રાજકીય લાભ લેવા માટે ફૂટી નીકળતી સંસ્થાઓને ઊભી કરતા રોકવી, રાષ્ટ્રધર્મ અને બ્રહ્મ સમાજને વફાદાર રહે તેવા બ્રહ્મ સમાજના ભાઈ-બહેનોને રાજકીય રીતે આગળ વધારવા, સમાજ દ્વારા એકજૂટ થઈને શક્તિ પ્રદર્શન કરી તેમના મહત્ત્વની સમાજ નોંધ લે તે માટે આ ભૂદેવોનું બિનપક્ષીય મહા સંમેલન મળનાર હોય, મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ જોડાવા અપીલ કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial