
શ્રી વીરદાદા જશરાજ ફાઉન્ડેશન દ્વારા
શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગો.શ્રી વૃજભૂષણ લાલજી માર્ગ નામાભિકરણ સાઈન બોર્ડ અનાવરણ સમારોહ પુ.પા.ગો. ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયના કર કમલો દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલ હતો.
છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર શહેરમાં શ્રી મદનમોહન પ્રભુની પ્રાચિન હવેલી આવેલી છે ત્યારે શહેરની પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સુષ્ટિ માટે પુર્ણ શ્રધ્ધા અને આસ્થાનું આ આધ્યાત્મિક કેન્દ્ર કે જે મોટી હવેલી તરીકે પ્રસિધ્ધ છે. જી.ડી. શાહ સ્કુલથી મોટી હવેલી તરફ જતા આ રોડને ગો. શ્રી વૃજભુષણલાલજી માર્ગ નામાભિકરણ સને ૨૦૦૦ માં સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ, આ રોડ પર નામકરણ સાથે કોઇ બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. ત્યારે રઘુવંશી યુવા સંસ્થા એવી શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા જામનગર મહાનગરના સતાધિકારી અને પદાધિકારીને લેખિત જાણ કરી નામાભિકરણ અંતર્ગત સાઈનબોર્ડ મુકવામાં આવ્યું છે. જેનું વિમોચન પુ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી વીરદાદા જશરાજ ફાઉન્ડેશનની ટીમને ટીમને જેજેશ્રી આશીર્વાદ આપ્યા હતાં.
આ તકે શહેરના વૈષ્ણવ સમાજના અગ્રણીઓ વજુભાઈ પાબારી, પુર્વ મેયર અમીબેન પરીખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી વ્રજલાલભાઈ પાઠક, ડો. વિમલભાઈ પરમાર, કમલેશભાઈ દવે, રમેશભાઈ જાની, કૃપાબેન લાલ, એડવોકેટ ચાંદનીબેન પોપટ, મનિષભાઈ દતાણી, મનોજભાઈ મણિયાર સહિતના વૈષ્ણવ સમાજમાંથી આગેવાનો ઉપસ્થિત રહૃાા હતાં. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ કાનાબારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial