
દત્ત જયંતિએ અધ્યાત્મ, ધ્યાન-સેવાના કાર્યક્રમો યોજાશેઃ
જામનગર તા. ૨: રાજકોટઃ દેશ-વિદેશમાં લાખો ભાવિકોને આત્મ કલ્યાણનો માર્ગ બતાવનાર ગુરૂદેવ સ્વામી પુનિતાચાર્યજી મહારાજના જૂનાગઢ સ્થિત ગિરનાર સાધના આશ્રમમાં સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણીનો પ્રારંભ તા. ૩ તથા ૪ ડિસેમ્બરે દત્ત જયંતી અંતર્ગત થવા જઇ રહૃાો છે. સમગ્ર વર્ષ દરમિયાન સાધના આશ્રમમાં અધ્યાત્મક ધ્યાન, સેવાના ત્રિવેણી સ્વરૂપ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂદેવ સ્વામી પુનિતાચાર્યજી મહારાજને ૧૫ નવેમ્બર-૧૯૭૫ના પ્રાપ્ત થયેલા ભગવાન દત્તાત્રેયના દૈવિક સાક્ષાત્કાર, વિશ્વના કલ્યાણ માટે અવતરણ પામેલા હરિ ઁ તત્સત જયગુરૂદત્ત'' મહા-મહામંત્રના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસર પર સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ૫૦ વર્ષ દરમિયાન આશ્રમે અધ્યાત્મ, સેવા અને સકારાત્મક પરિવર્તન દ્વારા અગણિત સાધકોના જીવનમાં શાંતિ અને આત્મ- અનુભૂતિનું પ્રગટીકરણ કર્યું છે. પુનિતાચાર્યજી મહારાજની સાધના પરંપરા વિશેષ રહી છે. પરંપરામાં ''હરિ ઁ તત્સત જયગુરૂદત્ત'' મહા-મહામંત્રનું જાપ મનને સ્વયંશાંત બનાવે છે. આ વર્ષ દરમિયાન માત્ર સ્મરણ નહીં, પરંતુ મંત્ર, ધ્યાન અને સેવાના ત્રિવેણી માર્ગે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનો સંકલ્પ છે. સુવર્ણ જયંતિ કાર્યક્રમોમાં સાધકો, ભક્તોને જોડાવવા સાધના આશ્રમ દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial