
ભારતીય મહિલાને ચીનમાં હેરાન કરાતા ભારત લાલઘૂમ
અરૂણાચલપ્રદેશની રહીશ એક ભારતીય મહિલાને ચીનમાં તાજેતરમાં પુડોંગ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ચીનના ઈમિગ્રેશન અધિકારીઓએ લગભગ ૧૮ કલાક સુધી રોકીને અટકાયતમાં રાખી હતી તથા હેરાન પણ કરી હતી. આ કડવો અનુભવ આ મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી 'એક્સ' પર પોસ્ટ મૂકીને વર્ણવ્યા પછી ભારતે આ ઘટના અંગે આકરો વિરોધ નોંધાવ્યો હોવાના અહેવાલો છે.
અરૂણાચલ પ્રદેશની રહેવાસી મહિલા પેમા બાંગ થોંગડોકેનો ભારતીય પાસપોર્ટ ગેરકાયદેસર હોવાનું કહીને અટકાયતમાં રાખ્યા પછી હેરાનગતિની આપવિતી લખતા એ મહિલાએ જણાવ્યું હતું કે, ચીનના અધિકારીઓએ તેણીને કહ્યું હતું કે તેણીનો પાસપોર્ટ ભારતીય છે, જ્યારે અરૂણાચલ પ્રદેશ ચીનનો હિસ્સો છે, જેથી તેનો પાસપોર્ટ ગેરકાયદેસર છે, તેમ જણાવીને ૧૮ કલાક સુધી અટકાયતમાં રાખી હતી.
ભારતે આ અંગે ચીનના તંત્રને સ્પષ્ટ જણાવ્યું છે કે, અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગે છે, અને ત્યાંના રહેવાસી ભારતીય પાસપોર્ટ પર વિશ્વમાં ગમે ત્યાંનો પ્રવાસ કરી શકે છે. ચીનના અધિકારીઓનું આ કૃત્ય સિકાગો કર્ન્વેશન તથા મોન્ટ્રિન કર્ન્વેશન જેવી આંતરરાષ્ટ્રીય સમજુતિઓનો ભંગ છે. એવું કહેવાય છે કે, તે પછી જાપાન જવા માટે ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સની જ ટિકિટ મેળવવાની ફરજ પાડવામાં આવી હતી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial