કુલ રૂ.૩.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ
દ્વારકા તા. ૨૭: દ્વારકામાંથી એક મહિલાના સોનાના હાર, વીટી, દાણા, ચાંદીની બંગડી, વીટી અને રૂ.૧૦ હજાર રોકડા મળી કુલ રૂ.૩ લાખ ૩૦ હજારની મત્તાની ચોરી થઈ હતી. પોલીસે તપાસ દરમિયાન દ્વારકાના જ બે મહિલાને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
દ્વારકા પોલીસ મથકમાં તાજેતરમાં એક મહિલાએ ત્રણ તોલાનો સોનાનો હાર, અડધા તોલાની સોનાની વીટી, સોનાનો દાણો, ચાંદીની વીટી, ચાંદીની બે બંગડી અને રૂ.૧૦ હજાર રોકડા મળી કુલ રૂ.૩ લાખ ૩૦ હજારની મત્તાની ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હાની દ્વારકા પોલીસે શરૂ કરેલી તપાસમાં દ્વારકાના રાણેશ્વર ફાટક પાસે રહેતા કાશ્મીરાબેન અસિતભાઈ જોષી તથા બીરલા પ્લોટમાં રહેતા વાલીબેન મહેશભાઈ કારડીયા નામના બે મહિલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આ મહિલાઓએ ચોરીની કબૂલાત આપી તમામ મુદ્દામાલ કાઢી આપ્યો છે. પોલીસે મુદ્દામાલ ઝબ્બે લઈ બંને મહિલાની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial