Sensex

વિગતવાર સમાચાર

દ્વારકા જિલ્લાના દરિયામાંથી મળી આવ્યા પાંચ તરતા કન્ટેનરઃ સંયુક્ત તપાસ શરૂ

પોલીસતંત્ર પણ ચકરાવે ચડ્યું:

                                                                                                                                                                                                      

ઓખા તા. ર૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાંથી સતત કન્ટેનર મળવાનો સીલસીલો યથાવત્ જળવાયો છે. વધુ બે કન્ટેનર દરિયામાંથી મળી આવતા છેલ્લા એક સપ્તાહમાં પાંચ કન્ટેનર મળ્યા છે.

આશરે એકાદ સપ્તાહ પહેલા દ્વારકા નજીકના વરવાળાના દરિયામાંથી એક કન્ટેનર પાણીમાં તરતું મળી આવ્યું હતું. આ પછી મીઠાપુરના દરિયામાંથી એક કન્ટેનર તણાઈ આવતા કાંઠા નજીકથી પાણીમાં તરતુ મળી આવ્યું હતું. આ બનાવ અંગેની તપાસ ચાલુ છે, અને કોઈ વિશેષ વિગતો મળે તે પહેલા જ ઘ્રેવાડ નજીકના દરિયામાંથી વધુ એક કન્ટેનર મળી આવતા પોલીસ ટીમ તપાસ માટે દોડી ગઈ હતી.

આમ દ્વારકા જિલ્લાના દરિયામાંથી એક જ સપ્તાહમાં ત્રીજુ કન્ટેનર મળી આવ્યું છે. આથી પોલીસ પણ ચકરાવે ચઢી છે. આ કન્ટેનર ક્યાંથી આવે છે? કોના છે? વગેરેના ઉત્તરો મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી છે.

આ દરમિયાન કુરંગા, વરડિયા વિસ્તારમાંથી વધુ બે કન્ટેનરો દરિયામાંથી મળી આવ્યા છે. આથી પોલીસ કાફલો દોડી ગયો છે, અને તપાસ શરૂ કરી છે, જો કે આ બાબતે પોલીસ દ્વારા કસ્ટમ, કોસ્ટગાર્ડ અને પોર્ટ વિભાગને જાણ કરવામાં આવતા તમામ વિભાગો તપાસ કરી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial