Sensex

વિગતવાર સમાચાર

દરેડમાં રાંધણગેસના બાટલામાંથી કરાતું ગેસનું ગેરકાયદેસર રીફીલીંગ ઝડપાયું

ખાલી-ભરેલા ત્રણ બાટલા કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર નજીકના દરેડમાં ગઈકાલે એસઓજીએ દરોડો પાડી એક શખ્સને રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીફીલીંગ કરતો પકડી પાડ્યો છે. તેની પાસેથી ખાલી-ભરેલા ત્રણ બાટલા કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના દરેડમાં આવેલા શાંતિનગર વિસ્તારમાં એક દુકાન પાસે રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીતે રીફીલીંગ કરાતું હોવાની બાતમી પરથી એસઓજીના સ્ટાફે ગઈકાલે સાંજે મોબાઈલની એક દુકાન પાસે દરોડો પાડ્યો હતો.

ત્યાંથી દરેડ ગામમાં વસવાટ કરતો મૂળ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાનો સાજીદ તાહીરમીયા ખાન નામનો શખ્સ રાંધણગેસના બાટલાનું ગેરકાયદે રીફીલીંગ કરતો મળી આવ્યો હતો. તેની પાસેથી ગેસના બે મોટા બાટલા તથા એક નાનો બાટલો, રેગ્યુલેટર, નોઝલ વગેરે કબજે કરવામાં આવ્યા છે. સાજીદ સામે પંચકોશી બી ડિવિઝનમાં ગુન્હો નોંધાવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial