Sensex

વિગતવાર સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં તણાયેલા યુવકની લાશ પાનેલી નજીકથી મળી

રાવલ પાસે પીજીવીસીએલના તણાયેલા કર્મચારીનું રેસ્ક્યુઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૩: દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં નીલકંઠ મહાદેવ પાસેથી તણાયેલા શખ્સની લાશ પાનેલી પાસેથી મળી આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં જામરાવલ પાસે તથા કલ્યાણપુર પાસે એમ બે સ્થળે બે લોકો પાણીના પૂરમાં તણાયા હતાં. જામરાવલ પાસે પીજીવીસીએલનો કર્મચારી બાઈક સાથે તણાતા તેનો તો સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી બચાવ કર્યો હતો, પરંતુ કલ્યાણપુર નીલકંઠ મહાદેવ પાસે ભૂરાભાઈ વેસરા નામનો યુવક તણાઈ ગયો હતો. આ યુવકનું રેસ્ક્યુ કરવા કલ્યાણપુર મામલતદારની ડિઝાસ્ટર ટીમ એનડીઆરએફના જવાનો તથા ખંભાળિયા ફાયર બ્રિગેડના જવાનો ચાર દિવસથી રેસ્ક્યુ કરતા હતાં, જેમાં ખંભાળિયા ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી.

ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં ગયેલ જયરાજસિંહ જાડેજા તથા હરઝગ ગઢવી અને ટ્રેઈની કર્મચારીઓની ટીમે કલ્યાણપુરથી નજીક અને તેનાથી દૂર ચાર-પાંચ કિલોમીટર સુધી બોટમાં તપાસ કરતા કલ્યાણપુરથી સાડાચાર કિ.મી. દૂર પાનેલી ગામ પાસે ભૂરાભાઈનો મૃતદેહ એક ઝાળીમાં ફસાઈ ગયેલ હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં પી.એમ. માટે મોકલાયો હતો.

નીલકંઠ મહાદેવ પાસેથી પૂરમાં તણાયેલો આ યુવાન પૂરમાં તણાતા છેક પાનેલી પહોંચી ગયો અને ભારે પૂરમાં મૃત્યુ પામ્યો હતો. બનાવથી કલ્યાણપુર પંથકમાં શોક છવાયો છે, તો ફાયરબ્રિગેડનું રેસ્ક્યુ કાર્ય શોધખોળ પ્રશંસનીય રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial