Sensex

વિગતવાર સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપની સિંદૂર સ્વાભિમાન યાત્રાનું વિવિધ શહેરોમાં પરિભ્રમણ

ખંભાળિયામાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૩: કચ્છના નડ્ડા બેટની વિશાળ અને આકર્ષક વાહનોના કાફલા સાથે નીકળેલી સિંદૂર સ્વાભિમાન યાત્રાનું બુધવારે સવારે ૧૧.૩૦ કલાકે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આગમન થયું હતું, જે સતત બે દિવસ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે.

ખંભાળિયામાં શહેરમાં દાખલ થવાના રસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું તથા બાઈક રેલી સાથે આ યાત્રા જોધપુર ગેઈટ પહોંચી હતી જ્યાં જાહેરસભા, સૈનિક સન્માન, સખી સંગ્રહ સિંદૂર વૃક્ષ અર્પણ, પોસ્ટ કાર્ડ અભિયાન, હસ્તાક્ષર અભિયાન, ધ્વજ સ્થાપના, શહીદ રથ પુષ્પાંજલિ કાર્યક્રમો યોજાયા હતાં, તે પછી વડત્રામાં વિશ્વનાથ વેદ પાઠશાળા તથા ભાટિયા દીનદયાળ ચોકમાં, રાત્રે દ્વારકા હોમગાર્ડઝ ચોકમાં કાર્યક્રમો યોજાયા હતાં.

ખંભાળિયા-ભાટિયાના કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝિયા, રથ ઈન્ચાર્જ હાર્દિકસિંહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી,

શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, મુકેશભાઈ કાનાણી (મહામંત્રી), હસમુખભાઈ ધોળકીયા તથા શહેર ભાજપ ટીમ,  કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, જિલ્લા ઓ.બી.સી. મોરચા પ્રમુખ ડી.એલ. પરમાર, વલ્લભભાઈ જોડાયા હતાં. સૈનિકોનું સન્માન, પોસ્ટકાર્ડ ઝુંબેશ, રાખી ઝુંબેશ સિંદૂર ઝંડા સ્થાપન, પુષ્પાંજલિ કાર્યક્રમો યોજાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial