Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

અંતે ભારતીય સેનાએ ભારતની ભૂમિ પરથી પાકિસ્તાનને ભૂંડી રીતે હરાવીને ભગાડ્યું...ભારત માતાનો જય જયકાર થયો

પાકિસ્તાનના પ્રપંચો વિશ્વ સમક્ષ ખુલ્લા પડ્યા અને નવાઝ શરીફે કરગરવું પડ્યું

                                                                                                                                                                                                      

એ સમયે એક તરફ સમગ્ર દેશમાં દેશભક્તિનો જુવાળ હતો અને ભારતીય સેના એક પછી એક પહાડીઓ તથા ભારતીય ચોકીઓ સર કરી રહી હતી, તો બીજી તરફ શહીદોના પાર્થિવદેહ તેઓના વતનમાં પહોંચતા, અને તેઓની અંતિમ યાત્રાઓ નીકળી હતી, ત્યારે ગૌરવભરી કરૃણતા અને ગરિમામય શોક છવાઈ જતા હતાં.શહીદોને રાષ્ટ્રીય સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ઓઢાડીને તોપોની સલામી અપાતી હતી અને સુરક્ષા જવાનો પરિવારજનોની પડખે અડીખમ ઊભા રહેતા હતાં. તે વિસ્તારના બધા પક્ષના નેતાઓ, સામાજિક આગેવાનો તથા શ્રમિકથી લઈને શ્રીમંતો સુધીના લોકો અંતિમ યાત્રામાં જોડાતા હતાં અને ભારતમાતાનો જય જયકાર ગામેગામ અને નગર-મહાનગરના ખૂણે ખૂણે સંભળાતો હતો.

ગતાંકમાં આપણે ૧૩ મી જૂન સુધીની વિગતોનો ટૂંકો ખ્યાલ મેળવ્યો. તા. ૧૩ મી જૂનની વિજયયાત્રા પછીના કપરાં ચઢાણમાં દિવસો સુધી ભારતીય સેનાએ ઘણો જ સંઘર્ષ કર્યો. મા-ભોમના રક્ષણ માટે જાંબાજ જવાનો ખૂબ જ સાહસ અને હિંમતભર્યા પરાક્રમો કરીને વીરગતિ પામી રહ્યા હતાં. તે પછીનું આખું પખવાડિયું વ્યૂહાત્મક ઢબે આગેકૂચ કરીને એક પછી એક સફળતાઓ મેળવવામાં વિત્યુ. એ દરમિયાન કેટલાક જવાનો શહીદ થયા અને કેટલાક ઘાયલ થયા અને તેમાંથી કેટલાક ગંભીર સ્થિતિમાં પણ જીવન-મૃત્યુનો જંગ લડી રહ્યા હતાં.

એક તરફ ઘાયલોને યુદ્ધભૂમિથી આર્મી હોસ્પિટલો સુધી લઈ જવા, શહીદોના પાર્થિવદેહોને તેઓના વતન સુધી સન્માનપૂર્વક પહોંચાડવા અને સરહદ પર લડી રહેલા જવાનો તથા કારગીલ વિસ્તારની ઊંચી પહાડીઓની ટોચે બેઠેલા દુશ્મનો સુધી પહોંચવાની મથામણ કરી રહેલા સૈનિકોને દારૃગોળો, હથિયારો, રાસન તથા લોજિસ્ટિક સપોર્ટ પહોંચાડવાની ખૂબ જ પડકારરૃપ સ્થિતિમાંથી ભારતીય સેનાએ પખવાડિયા સુધી સંઘર્સ કર્યો હતો.

ભારતીય સેનાની આગેકૂચ

૧પ જૂનની આજુબાજુ ભારતે પોતાની સેનાનો મોટો હિસ્સો આંતરરાષ્ટ્રીય સીમા પાસે તૈનાત કરી દીધો હતો, અને ભારતીય કમાન્ડરોને સીમાપાર કરવાની તૈયારી કરવાના આદેશ આપી દીધા હતાં. સરકારે આર યા પારની નીતિ જાહેર કરી દીધી હતી. આ ઓપરેશન સફેદ સાગર હેઠળ રપ મી મે થી શરૃ થયેલો જંગ હવે નિર્ણાયક બનવા જઈ રહ્યો હતો. ભારતીય નૌસેનાએ કરાંચી પર હુમલો કરવાની તૈયારી પણ કરી હતી.

ભારતે ૧૭ જૂને જેએનકે રાયફલને પોઈન્ટ પ૧૪૦ પર કબજો કરવાનું કામ સોંપ્યું હતું. લેફટન્ટ કર્નલ વાય.કે. જોષીની કમાન બટાલિયને ર૦ જૂને ઓપરેશનને અંજામ આપ્યો હતો, અને તોલોલીંગ તથા પોઈન્ટ ૪૭૦૦ ના ઘૂસણખોરોને ખદેડવાના એકત્રિકરણ પછી પોઈન્ટ પ૧૪૦ ની નજીકના રોકી અને બ્લેક ટૂક પર બાવીસમી જૂન સુધીમાં કબજો કરી લીધો. એ પછી ૩૦ મી જૂન સુધીના પ્રયાસો સફળ ન રહ્યા, પરંતુ અંતે ભારતીય સેના પોઈન્ટ પ૧૦૦ પર પહોંચી જ ગઈ અને તે પછી થ્રી પિ'પલ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તે પછી લગભગ અઢીસો તોપો લગાડાઈ બોફોર્સ અને એફ.એચ.બી. ફિલ્ડ હોવિત્ઝર તોપોનો મહત્તમ ઉપયોગ થયો. એ પછી લેફ્ટનન્ટ કર્નલ રોયલનાથની ટૂ-રાજપૂતાના રાયફલ્સને ર૮ જૂને થ્રી પિ'પલ્સની જવાબદારી સોંપાઈ. બે દિવસના ભીષણ જંગ પછી ર૯ મી જૂને થ્રી પિ'પલ્સ પર ભારતીય સેનાએ કબજો કરીને તિરંગો લ્હેરાવી દીધો.

ટાઈગર હિલનો જંગ

હવે ઓપરેશન વધુ કઠણ બની ગયું હતું. ખૂબ જ ઊંચાઈ પર રહેલા દુશ્મનો સુધી પહોંચીને તેઓને ઝેર કરવાના હતાં ભારતીય સેનાના જાંબાજોને દરેક પડકારો ઝીલી લીધા, અને ભૂખ, તરસ કે રાત-દિવસની પરવાહ કર્યા વિના સતત લડતા રહ્યા અને આગળ વધતા રહ્યા. ભારતીય સેનાએ ટાઈગર હિલને ચારેય તરફથી ઘેરી લીધી. બ્રિગેડિર એનપીએસ બાજવાની ૧૮ ગ્રેનેડિયર્સને ૧૯ર માઉન્ટેઈન બ્રિગેડની કમાન્ડ સોંપાઈ. તેમજ ૪૧ ફિલ્ડ રેજિમેન્ટને તોપખાનાની પ્રાથમિક જવાબદારી સુપરત કરાઈ હતી.

ટાઈગર હિલની લડાઈનું સૌ પ્રથમ વખત જિવંત પ્રસારણ પણ થયું હતું. ભારતીય વાયુસેનાએ ટાઈગર હિલના લક્ષ્યો પર હુમલા ચાલુ રાખ્યા તો ભૂમિદળ આગળ વધતું રહ્યું હતું. વર્ષ ૧૯૯૯ ની ત્રીજી જુલાઈના શરૃ થયેલું યુદ્ધ બે દિવસ ચાલ્યું. માત્ર એક બટાલિયને આ યુદ્ધ જીત્યુ, તે એક મોટી કામિયાબી તો હતી જ, પરંતુ ભારતીય સેનાનો જુસ્સો આસમાને પહોંચ્યો હતો તે પણ પૂરવાર થઈ રહ્યું હતું. તારીખ પાંચમી જુલાઈએ એઈટ સિખ અને ૧૮ ગ્રેનેડિયર્સ પૂરા ટઈગર હિલ પર કબજો જમાવી દીધો હતો, જો કે યુદ્ધમાં ઘણાં સૈનિકોએ જીવસટોસટની બાજી લગાવી હતી અને ઘણાં સૈનિકો વીરગતિ પામ્યા હતાં. ટાઈગર પર કબજાની માહિતી જનરલ વી.વી. આમિરે મીડિયાના માધ્યમથી દેશને આપી, ત્યારે દેશભરમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને રેડિયો, ન્યૂઝચેનલો તથા અખબારોમાં ભારતીય સેનાના જાંબાઝ સૈનિકો દ્વારા માથા પર કફન બાંધીને કરવામાં આવી રહેલા પરાક્રમો જ છવાયેલા રહેતા હતાં.

બે મહિનામાં મહત્તમ સફળતા

કારગીલ યુદ્ધ શરૃ થયા ને જ્યારે બે મહિના થયા, ત્યારે ભારતે મોટાભાગની પહાડીઓ પર પુનઃ કબજો મેળવી લીધો હતો, અને ૭પ થી ૮૦ ટકા કુદરતી તોફાન ધરાવતા ક્ષેત્રો તથા ઊંચા જવાળામુખી સહિતના ક્ષેત્રો પુનઃ ભારતના કબજામાં આવી ગયા હતાં.

પોઈન્ટ-૪૮૭પ નો જંગ

કારગીલ યુદ્ધના હીરો વિક્રમ બત્રાએ પોઈન્ટ-૪૮૭પ નું નેતૃત્વ કરતા પાંચ દુશ્મનોને ખતમ કર્યા અને પોતે ગંભીર રીતે ઘાયલ થવા છતાં દુશ્મનો પર ગ્રેનેડ ફેંક્યા. પોઈન્ટ-૪૮૭પ પર તો કબજો થઈ ગયો, પરંતુ ભારતીય સેનાએ કેપ્ટન વિક્રમ બત્રા જેવા જાંબાઝ યોદ્ધાને ગુમાવી દીધા, જો કે કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થઈને પણ અમર થઈ ગયા. તે પછી આ પોઈન્ટને બત્રા-પોઈન્ટ તરીકે પણ ઓળખ મળી. આ વ્યૂહાત્મક પોઈન્ટ ૧પ,૯૯૦ ફૂટ ઊંચાઈ પર હતો, જેના પર પાકિસ્તાની ઘુસણખોરોએ કબજો કરી લીધો હતો. ૧૩ જમ્મુ અને કાશ્મીર રાયફલ્સ અને ૭૯ માઉન્ટેઈન બ્રિગેડ દ્વારા આ જંગ લડાયો હતો. કેપ્ટન વિક્રમ બત્રાની શહીદી પછી ભારતીય સેના બેવડા જુસ્સા અને આક્રમક્તાથી દૂશ્મનો પર તૂટી પડી અને તે જ દિવસે આ મહત્ત્વપૂર્ણ પોઈન્ટ પર કબજો કરી લીધો હતો. તે પછી ૧૧ મી જુલાઈ સુધીમાં બટાલિક ક્ષેત્ર હેઠળની મુખ્ય પહાડીઓ પર ભારતીય સેનાએ પુનઃ કબજો જમાવી દીધો હતો. દુશ્મનો ઘૂંટણીએ પડવા લાગ્યા હતાં, અને પાકિસ્તાનના વિદેશમંત્રી ભારતના વિદેશમંત્રીને કરગરવા લાગ્યા, ત્યારે તે સમયના ભારતીય વિદેશમંત્રી જશવંતસિંહે રોકડુ પરખાવ્યું કે પહેલા તમારા ઘૂસણખરોને પાછા બોલાવો, અને દોષિતો સામે કડક પગલાં ભરો, તો પાકિસ્તાનના તે સમયના વિદેશમંત્રીએ નફ્ફટાઈથી કહ્યું કે, એ ઘૂષણખોરી પાછળ પાકિસ્તાનનો હાથ જ નથી!

આમ, પ્રથમ યુદ્ધ વિરામનું કોઈ પરિણામ આવ્યું નહીં, અને પોઈન્ટ ૪૭૦૦ પર હુમલા પછી સ્થગિત થયેલી લડાઈ પુનઃ શરૃ થઈ ગઈ, અને ભારતીય સેનાએ પોઈન્ટ ૪૭૦૦ પર કબજો કરી લીધો. વૈશ્વિક દબાણ અને પાકિસ્તાની સેનાના સતત પરાજ્યો પછી કૂટનૈતિક પ્રયાસો પણ થઈ રહ્યા હતાં, પરંતુ પાકિસ્તાની સેના પીછેહઠ કરવા તૈયાર જ નહોતી.

ઝુલુ સ્પરનો જંગ

તે પછી ભાતીય સેનાએ ઝુલુ સ્પર નામક પોઈન્ટ પ રર મી જુલાઈના હુમલો કરી દીધો હતો. તે પછી પાકિસ્તાની સેનાને પરોઠના પગલાં ભરવા પડ્યા.

જંગનો અંતિમ તબક્કો

પોઈન્ટ પર૦૩ નો ભીષણ જંગ ર૯ મી મે થી શરૃ થયો હતો અને ર૧ મી જૂન સુધી ચાલ્યો હતો, પરંતુ અંતે એ વ્યૂહાત્મક પોઈન્ટ જીતી લીધા પછી લગભગ તમામ મહત્ત્વના પોઈન્ટ ભારતીય સેનાએ જીતી લીધા હતાં. છેલ્લા તબક્કાના પ્રારંભે ૭ મી જુલાઈના દિવસે એરફોર્સ તથા આર્મીના સંયુક્ત ઓપેરશન હેઠળ ઝુબારની જંગ પણ ભારતીય સેનાએ જીતી લીધી હતી.

વોશિંગ્ટન સમજુતિ

વોશિંગ્ટન સમજુતિ એટલા માટે થઈ કે પાકિસ્તાને યુદ્ધ રોકવા અમેરિકાના પગ પકડિયા અને ભારતને અટકાવવા કાલાવાલા કર્યા, પરંતુ ત્યાંની સરકારનું સેના પાસે કાંઈ ઉપજતું ન હોય કે પછી ગુપ્ત વ્યૂહરચના હોય, ચોથી જુલાઈની વોશિંગ્ટન સમજુતિ છતાં યુનાઈટેડ જિહાદ કાઉન્સિલના નામે પાકિસ્તાને લડાઈ ચાલુ રાખી, પરંતુ ભારતીય સેનાએ સમગ્ર કારગીલ સેક્ટર પાછું મેળવી લીધું હતું, અને ભારતીય સેનાએ ર૬ મી જુલાઈના દિવસે ઓપરેશન સફેદ સાગર સંપૂર્ણપણે સંપન્ન કર્યું હતું.

આવતા અંકે કારગીલ યુદ્ધનું ક્લાયમેક્સ

આવતા અંકે જ્યારે આ લેખમાળામાં કારગીલ યુદ્ધના સંક્ષિપ્ત વિવરણનો આગામી તબક્કો કારગીલ યુદ્ધનું ક્લાયમેક્સ હશે, ત્યારે આપણો દેશ પણ કારગીલ વિજય દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યો હશે, અથવા આ ઉજવણીની તૈયારીઓ તે પહેલાથી શરૃ થઈ ચૂકી હશે. ભારતીય સેનાની જાબાઝી, કારગીલ વોરના મુખ્ય હીરોઝ, શહીદો તથા જીવસટોસટની બાજી ખેલીને પાકિસ્તાનની નકલી વેશમાં અસલી સેનાને ભૂંડે હાલ હરાવનાર તમામ સહયોગી દળો સહિત સેનાની ત્રણેય પાંખના પરાક્રમો અને બલિદાનો અંગે થોડું વધુ જાણીશું. (ક્રમશઃ)

કારગીલ યુદ્ધના મુખ્ય મુખ્ય ઘટના ક્રમની તારીખસારણી

વર્ષ ૧૯૯૯     ઘટનાક્રમ

તારીખ

૩ મે  સ્થાનિક ગોપાલકોએ ભારતીય સેનાને કારગીલ

       જિલ્લામાં ઘૂસણખોરીની બાતમી આપી

પ મે  ભારતીય સેનાએ હકીકત તપાસવા મોકલેલી પેટ્રોલીંગ         ટીમના પાંચ સૈનિકોને ઘૂસણખોરોએ પકડી લીધા અને        પછી હત્યા કરી નાખી.

૯ મે  પાકિસ્તાની સેનાના ફાયરીંગે કારગીલ સ્થિત

       ભારતીય

       સેનાના ગોળા-બારૃદને નુક્સાન પહોંચાડ્યું.

૧૦ મે            દ્રાસ, કાકસર, મુશ્કોઝ સેક્ટરોમાં

       એલઓસી પાર કરીને ઘૂષણખોરીની ખરાઈ થઈ.

૧૮ મે            ૧૮ મે ના સીસીએસ બેઠક પછી કેટલાક

       નિર્ણયો લેવાયા, અને કારગીલ સરહદે પેટ્રોલીંગ

       વધારવાની રણનીતિ બનાવાઈ.

રર મે ભારતીય સેનાએ ટોલોલિંગ પર હુમલો કર્યો.

ર૪ મે            ભારતીય વાયુદળને યુદ્ધમાં જોડાવાની મંજુરી અપાઈ

ર૬ મે            ભારતીય વાયુસેનાએ ઘૂસણખોરો પર હવાઈ હુમલા           શરૃ કર્યા.

ર૭ મે            પાકિસ્તાની સેનાએ કરેલા દાવા મુજબ જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલોથી બે મીગ વિમાનો દ્વારા તોડી પાડ્યા અને મિગ-ર૭        ના પાયલોટ નચિકેતાને પાકિસ્તાની સેનાએ બંધક             બનાવ્યા. તેને યુદ્ધ કેદી બનાવાયા પછી દ્વપક્ષિય

       વાતચીત પછી ત્રીજી જૂને નચિકેતાને છોડી મૂક્યા હતાં.

ર૮ મે            પાકિસ્તાની સેનાએ વધુ એક મીગ વિમાન તોડી    પાડવાનો દાવો કર્યો.

૧ જૂન           પાકિસ્તાની સેનાએ કાશ્મીર અને લદ્દાખમાં         ભારતના નેશનલ હાઈ-વે-૧ પર ગોળીબાર શરૃ કર્યો.

પ જૂન           ઘૂસણખોરો હકીકતે પાકિસ્તાની સૈનિકો જો હોવાના          દસ્તાવેજો ભારતીય સેનાએ મારેલા સૈનિકો પાસેથી           મળ્યા, જે ભારતે વિશ્વ સમક્ષ જાહેર કર્યા.

૯ જૂન           ભારતીય સેનાએ બટાલિક સેક્ટરના બે મહત્ત્વપૂર્ણ સ્થળ પુનઃ કબજે કર્યા અને વિજયોત્સવ          મનાવાયો. દેશભરમાં ખુશી છવાઈ ગઈ.

૧૧ જૂન         સીજીએસ લેફ્ટ. જન. અજીજખાનની

       જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચેની વાતચીત ઈન્ટરસેપ્ટ          થઈ, જેથી પાકિસ્તાની સેનાની છદ્મવેશે કરેલી      ઘૂસણખોરી           હોવાનું પૂરવાર થઈ ગયું, ત્યારે તે    વાતચીત વિશ્વ સમક્ષ રજૂ કરી.

૧૩ જૂન         ટોલોલિંગ પર ભારતીય સેનાએ પુનઃકબજો કર્યો.

૧પ જૂન         અમેરિકાના તે સમયના રાષ્ટ્રપતિએ નવાઝ          શરીફને યુદ્ધ ખતમ કરવા જણાવ્યું, અને            પાકિસ્તાની સૈનિકો તથા અન્ય ઘૂસણખોરોને પાછા             બોલાવવા સૂચવ્યું.

ર૦ જૂન         ભારતીય સેનાએ ટાઈગર હીલને ઘેરો ઘાલ્યો.

પ જુલાઈ        નવાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ        ક્લિન્ટન સાથે બેઠક યોજ્યા પછી પાકિસ્તાની      સેના પાછી ખેંચી લેવાની વોશિંગ્ટનમાં ઘોષણા    કરી તો આ તરફ ભારતીય સેનાએ દ્રાસ સેક્ટર      પર કબજો કરી લીધો.

૭ જુલાઈ        ભારતે જુબાર હાઈટ્સ પર પુનઃ કબજો કર્યો.

૧૧ જુલાઈ     ભારતે બટાલિકની બાકીની તમામ હાઈટ્સ         અને ટાઈગર હીલ પર પુનઃ કબજો કરી લીધો.

૧ર જુલાઈ      પાકિસ્તાને વાયદો તોડતા ભારતે પુનઃસૈન્ય કાર્યવાહી          શરૃ કરી.

૧૪ જુલાઈ     અંતે પાકિસ્તાનનો પરાજય થયો. વડાપ્રધાન અટલ            બિહારી વાજપેયીએ 'ઓપરેશન વિજય' સફળ થયું            હોવાની ઘોષણા કરી.

૧૪ જુલાઈ ભારત સરકારે પાકિસ્તાન સાથે વાતચીત માટે શરતો પછીનું      મૂકી, અને ડિપ્લોમેટિક બેકચેનલ શરૃ થઈ ગઈ.

અઠવાડિયું

ર૬ જુલાઈ      ભારતે કારગીલ યુદ્ધ સમાપ્તિની વિધિવત ઘોષણા             કરી અને દેશભરમાં કારગીલ વિજયની જબરદસ્ત             ઉજવણી થઈ, જે ઘણાં સમય સુધી ચાલી.

 

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial