Sensex

વિગતવાર સમાચાર

દરેડથી લાખોટા તળાવની કેનાલ મારફત પાણીની આવક શરૂ થતા નગરજનો ખુશખુશાલ

ધીમો પાણીનો પ્રવાહ-ધીમે ધીમે વધતી જળસપાટી

                                                                                                                                                                                                      

જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદને કારણે ઉપરાંત રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે દરેડ થી જામનગર ના લાખોટા તળાવ તરફ આવતી કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ થયો હતો. મહાનગરપાલિકા દ્વારા ન્યુસ્કૂલથી તળાવની પાળ વચ્ચેના માર્ગ ઉપર સ્લેબ બનાવવાનું કાર્ય ચાલી રહૃાું છે, અને હાલ પાણી અટકાવ્યું હતું, પરંતુ ગઈકાલે પાણીનો પ્રવાહ ખોલવામાં આવ્યો હતો, અને લાખોટા તળાવમાં પાણીની આવક શરૂ થઇ છે. જેથી શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. જામનગરના ઉત્સાહી નગરજનો આજે વહેલી સવારે તળાવમાં આવતી કેનાલ મારફતે પાણી જોવા માટે ઉમટેલા જોવા મળ્યા હતા. હજુ પણ કેનાલ માર્ગ  ધીમી ગતિએ પાણીનો પ્રવાહ લાખોટા તળાવમાં ઠલવાઈ રહૃાો છે, અને ધીમે ધીમે તળાવની સપાટીમાં વધારો થઈ રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial