૭ દિવસમાં ૨૪ ઈઝરાયલીઓ માર્યા ગયાઃ ઈરાને ઈઝરાયલી હોસ્પિટલ ઉડાવી દીધીઃ
નવી દિલ્હી તા. ૧૯: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યુ છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ રિએકટર પર હુમલો કર્યો છે, ઈરાને ઈઝરાયલી સ્ટોક એકસચેન્જ અને હોસ્પિટલને ઉડાવી દીધી છે. અત્યાર સુધીમાં ઈરાનનાં ૬૩૯ લોકોના મોત થયા છે, જયારે ૭ દિવસમાં ઈઝરાયલના ૨૪ લોકોના મૃત્યુ થયા છે.
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યુ છે. ઈઝરાયલે ઈરાનમાં અરાક હેવી વોટર રિએકટર પર હુમલો કર્યો છે. હુમલા બાદ થયેલા નુકસાન વિશે કોઈ માહિતી નથી. થોડા કલાકો પહેલાં જ ઇઝરાયલી સેના (આઈડીએફ)એ અરાક અને ખોંડુબ શહેરના લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી.
અરકમાં હેવી વોટર રિએક્ટર છે. આ સુવિધા ઈરાનના પરમાણુ કાર્યક્રમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ ઉપરાંત અરકમાં મોટા પાયે શસ્ત્રોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ખોંદાબમાં આઈઆર-૪૦ હેવી વોટર રિએકટર પણ છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો બીજો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ સુવિધા અરકથી લગભગ ૪૦ કિલોમીટર દૂર છે. અરકની જેમ, તેને પણ આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સાતમા દિવસ સુધી પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં ૨૪ ઇઝરાયલી લોકો માર્યા ગયા છે. તે જ સમયે, વોશિંગ્ટન સ્થિત હૃાુમન રાઈટ્સ જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે ૬૩૯ પર પહોંચી ગયો છે અને ૧૩૨૯ લોકો ઘાયલ થયા છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરતું જઇ રહૃાું છે. ઈઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહૃાું છે તે રીતે જ ઈરાન પણ હવે ઈઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહઠ કરી રહૃાું નથી. ઈરાને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલથી હુમલા કરીને ઈઝરાયલને હચમચાવી નાખ્યું છે.
લેટેસ્ટ માહિતી અનુસાર ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી. ૪ બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ઈરાને અહીં મોટાપાયે વિનાશ વેર્યો હતો. હુમલા બાદના દૃશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હોસ્પિટલને થયેલું મોટું નુકસાન દેખાઈ રહૃાું છે. જોકે હજુ સુધી આ હુમલામાં કેટલા લોકોના મોત કે ઈજાગ્રસ્ત થયા છે તેના આંકડા સામે આવ્યા નથી.
ઈઝરાયલના વિદેશ મંત્રાલયે ઈરાનના હુમલા અંગે પ્રતિક્રિયા આપતાં કહૃાું કે બીર્શેબામાં સોરોકા હોસ્પિટલ પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. અમે તમામ લોકોની સુરક્ષા માટે જે થઇ શકશે તે કરીશું. હાલમાં હોસ્પિટલને ભારે નુકસાન થયું હોવાથી લોકોને અમારી અપીલ છે કે તેઓ હોસ્પિટલ સારવાર માટે ન આવે.
ઘર ફૂટે ઘર જાય
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહૃાો છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના પરિવારમાંથી જ વિરોધનો શૂર ઉઠ્યો છે. ફ્રાન્સમાં રહેતા અયાતુલ્લા અલી ખામેનેઈના ભત્રીજા મહમૂદ મોરદખાનીએ એક ઈન્ટરવ્યૂમાં કહૃાું કે, 'હું યુદ્ધના પક્ષમાં નથી, ઈસ્લામિક રિપબ્લિકનો અંત એ શાંતિનો એકમાત્ર રસ્તો છે.'
અહેવાલો અનુસાર, વર્ષ૧૯૮૬માં ઈરાન છોડનારા મહમૂદ મોરદખાની તેમના કાકા અયાતુલ્લા અલી ખામેનેઈના નિરંકુશ શાસનના સખત વિરોધ કરી રહૃાા છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહૃાું કે, 'ઈઝરાયલ સાથે તણાવ દુર્ભાગ્યપૂર્ણ છે. એવી વ્યવસ્થા જે ઝૂકવાનું કે પરિવર્તન પસંદ નથી કરતી તેના માટે આ અનિવાર્ય છે. પરિસ્થિતિ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે, પરંતુ શું અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુથી બધું બરાબર થઈ જશે?'
૬૩ વર્ષીય મહમૂદ મોરદખાએ કહૃાું, 'ઘણાં ઈરાનીઓ શાસનની નબળાઈના સંકેતો જોઈને ખુશ છે. જેટલું વહેલું આ ખતમ થાય તેટલું સારું. આનો અંત ઈસ્લામિક રિપબ્લિકના અંત સાથે થવો જોઈએ. નહીં તો તે એક અર્થહીન હાર હશે અને હું હજુ પણ માનું છું કે શાસન બદલો લેશે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial