Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં કોરોનાના નવા પાંચ કેસ

ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં કોરોનાના કેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહૃાો છે. ગઈકાલે કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર કોઈ કેસ નોંધાયો નથી. શહેર વિસ્તારના ૪૪ દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો-ઘટાડો નોંધાઈ રહૃાો છે.

ગઈકાલે નવા પાંચ કેસ નોંધાયા છે. જેમાં દિગ્જામ વિસ્તારના ૪૯ વર્ષના પુરુષ, રાંદલ નગરનો ૨૦ વર્ષનો યુવાન, હીરજી મિસ્ત્રી માર્ગે રહેતા ૪૬ વર્ષના મહિલા, નાગેશ્વર વિસ્તારના ૬૮ વર્ષના મહિલા, અને રોયલ પુષ્પા પાર્કના ૨૯ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.

ગઈકાલે ૬ દર્દી ને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં હાલની સ્થિતિએ કુલ ૪૪ એક્ટિવ કેસ છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નવો કેસ નોંધાયો નથી. અને હાલની સ્થિતિએ કુલ પાંચ એક્ટિવ કેસ છે. જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial