જમીનના ઝઘડામાં યુવકને ચારે ધોકાવ્યોઃ
જામનગર તા. ૧૯: જામનગરના ઠેબા બાયપાસ પાસે રહેતા એક યુવાન પર તેના જ પરિવારના ચાર શખ્સે જમીનના કોર્ટમાં ચાલતા કેસના મામલે ગઈકાલે માર માર્યાે હતો. જ્યારે રિક્ષામાં કોણ ઝઘડો કરે છે તે જોવા ગયેલા એક યુવાનને ત્રણ શખ્સે લમધારી નાખી ધરારથી રિક્ષામાં બેસાડી અપહરણ કરી લીધાની ફરિયાદ કરાઈ છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા ઠેબા બાયપાસ રોડ પર સ્કૂલ સામે વાડીમાં વસવાટ કરતા હેમતભાઈ દયાળજીભાઈ પરમાર નામના સતવારા યુવાન પર ગઈકાલે સાંજે તેમના જ પરિવારના અમૃતલાલ લાલજીભાઈ પરમાર, વિજય લાલજીભાઈ, વિનોદ લાલજીભાઈ તથા અનિલ પરમાર નામના ચાર શખ્સે હુમલો કર્યાે હતો.
આ પરિવારની બાપ-દાદાની જમીન અંગે હેમતભાઈના ભાઈ અમૃતલાલ સાથે સામાપક્ષના વ્યક્તિઓ વચ્ચે ગઈકાલે સાંજે બોલાચાલી થતી હતી ત્યારે હેમતભાઈ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ પોતાના ભાઈનો પક્ષ લેતા અમૃતલાલ, વિજય, વિનોદ તથા અનિલે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યાે હતો અને કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેજે તેમ કહી જાનથી નાખવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર ન્યુ ઈન્દિરા કોલોનીમાં રહેતો રાજુ અમરશીભાઈ પઢીયાર નામનો યુવાન મંગળવારે રાત્રે પોતાના મિત્ર બિપીન સાથે દિગ્જામ સર્કલે ચા પીવા ગયો હતો ત્યારે જીજે-૧૦-ટીબડલ્યુ ૩૧૧૦ નંબરની રિક્ષામાં ત્રણ શખ્સ બોલાચાલી કરતા હતા. કુતૂહલથી રાજુ તથા બિપીન તે રિક્ષા પાસે જતા રીક્ષાની આગળની સીટ પર બેસેલા શખ્સે સામુ કેમ જુએ છે તેમ કહી ગાળો ભાંડ્યા પછી ત્રણેય શખ્સે રાજુને માર માર્યાે હતો અને રિક્ષામાં બેસાડી દઈ અપહરણ કરી લીધુ હતુ. આ શખ્સોની ચુંગાલમાંથી માંડ છૂટેલા રાજુ પઢીયારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial