Sensex

વિગતવાર સમાચાર

રિક્ષામાંથી ઉતારી લઈ એક યુવાનને બે અજાણ્યા શખ્સે છરી બતાવી લૂંટી લીધા

મહિલાના ઘેર શાક આપવા જતાં વેપારીને બે શખ્સે લમધાર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના રેલવે સ્ટેશન પર મંગળવારે રાત્રે ટ્રેનમાંથી ઉતરીને રિક્ષામાં બેસેલા એક સરકારી કર્મચારીને એક્ટિવામાં ધસી આવેલા બે અજાણ્યા શખ્સે રસ્તામાં ઉભા રખાવી રિક્ષાચાલકને ભગાડી મૂક્યા પછી આ કર્મચારીને છરી બતાવી રૂ. ૭૦૦, મોબાઈલ અને એટીએમ કાર્ડ પડાવી લીધા હતા. તે પછી એટીએમ સેન્ટરમાં લઈ જઈ રૂ. ૯ હજાર ઉપડાવી તે પણ પડાવી લઈ ધમકી આપતા પોલીસ મથકે પહોંચેલા કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. જ્યારે એક મહિલાના ઘરે શાક આપવા જતાં વેપારીને બે શખ્સે લમધારી નાખ્યો છે.

જામનગરના પ્રમુખ પાર્કમાં રહેતા અને મત્સ્યદ્યોગની કચેરીમાં નોકરી કરતા મહેશભાઈ ટપુભાઈ કાંબરીયા નામના યુવાન મંગળવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે સોમનાથજી આવેલી ટ્રેનમાંથી ગાંધીનગર રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જ્યાંથી તેઓએ ઘરે જવા માટે રિક્ષા કર્યા પછી સરૂ સેક્શન રોડ પર તે રિક્ષાને એક્ટિવા સ્કૂટરમાં ધસી આવેલા બે શખ્સે રોકાવી હતી.

ત્યારપછી રિક્ષા ચાલકને ત્યાંથી જતા રહેવાનો હુકમ કરાતા રિક્ષાચાલક ડરનો માર્યાે ચાલ્યો હતો ત્યારપછી મહેશભાઈને આ શખ્સોએ ઢસડીને પુલ નીચે લઈ ગયા પછી છરી બતાવી ધમકાવ્યા હતા અને રૂ. ૭૦૦ રોકડા, મોબાઈલ તથા એટીએમ કાર્ડ લૂંટી લીધા હતા. આ શખ્સો મહેશભાઈને એક્ટિવા સ્કૂટરમાં વચ્ચે બેસાડી એક એટીએમ સુધી લઈ ગયા હતા જ્યાં રૂ. ૯ હજાર ઉપાડાવી તે પણ પડાવી લીધા પછી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.

ત્યાંથી પોલીસ મથકે પહોંચેલા મહેશભાઈએ ફરિયાદ નોંધાવતા સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડીયાએ લૂંટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. આરોપીઓને પકડી પાડવા માટે આ વિસ્તારમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપરાંત એટીએમ સેન્ટરમાં મુકાયેલા સીસીટીવીની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ માટેલ ચોક નજીક રાજ રાજેશ્વરી સોસાયટીમાં વસવાટ કરતા અને શાકભાજીનો વ્યવસાય કરતા સુરેશ ધોકડભાઈ પાણખાણીયા ગયા શનિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે શાક લેવા માટે આવેલા લાલીયા નામના શખ્સે તું આ મહિલાના ઘેર કેમ જાય છે તેમ પૂછતા સુરેશભાઈએ શાકભાજી આપવા જતો હોવાનું અને અન્ય કોઈ સંબંધ ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા આ શખ્સે ગાળો ભાંડ્યા પછી ધોકાથી હુમલો કર્યાે હતો. તેની સાથે રહેલા અજાણ્યા શખ્સે ઢીકાપાટુથી સુરેશભાઈને માર માર્યાે હતો. સિટી બી ડિવિઝનમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial