કુલ રૂ. ર૮ લાખ ઓનલાઈન મેળવી એક શખ્સે ભણ્યા પોબારાઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ સાત મહિના પહેલાં મળી ગયેલા એક શખ્સની શેરબજારમાં રોકાણથી ઓછા સમયમાં વધુ નફો મળી શકે છે તેવી વાતમાં આવી જઈ રૂ. ૧૯ લાખ રોક્યા હતા અને તેના મિત્રએ પણ રૂ. ૯ લાખનું રોકાણ કર્યું હતું. તે પછી નફો આપવાની બદલે આ શખ્સે ઠેંગો બતાવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ આસામીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. હાલમાં પલાયન થઈ ગયેલા શખ્સના પોલીસે સગડ દબાવ્યા છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ નજીક આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા કેવીનભાઈ હિતેશભાઈ રોલા નામના આસામીને ગયા નવેમ્બર મહિનામાં જામનગરના જ રાહુલ વાસાણી નામના શખ્સનો પરિચય થયો હતો.
આ વેળાએ શેર માર્કેટમાં રોકાણ કરી ઓછા સમયમાં વધુ નફો મળી શકે છે તેવું સમજાવી જુદી જુદી એપમાં અન્ય ગ્રાહકોને પોતે મોટો નફો મેળવી આપ્યો છે તેમ દેખાડી વિશ્વાસ કેળવ્યા પછી રૂ. ૧૯ લાખ ઉપરાંતની રકમ ઈન્વેસ્ટમેન્ટના બહાના હેઠળ લઈ લીધી હતી.
તે દરમિયાન કેવીનભાઈએ પોતાના મીત્ર અજયસિંહ યુવરાજસિંહને પણ શેરબજારમાં પોતે રોકાણ કર્યું છે તેમ કહેતા અજયસિંહે પણ રોકાણ માટે રસ દાખવતા રાહુલ વાસાણીએ તે આસામી પાસેથી પણ રૂ. ૯ લાખ મેળવ્યા હતા. આ વ્યક્તિઓ જ્યારે જ્યારે રાહુલને નફા માટે વાત કરતા ત્યારે ઓનલાઈન રોકાણ હોવાથી નફો મળવામાં વાર લાગશે તેમ કહી સમય પસાર કરતા રહેતા રાહુલે ઠગાઈ કરી લીધી હોવાનું જણાઈ આવતા આખરે કેવીનભાઈએ કુલ રૂ. ર૮ લાખ ૩૬ હજારની ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ શખ્સે કેવીનભાઈ તથા તેમના મિત્ર પાસેથી બંધન બેંકના એક ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી રકમ મેળવી લીધી હતી અને તે પછી ઠેંગો દેખાડ્યો હતો. પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial