લેખિત- શારીરિક કસોટી લઈ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ હેઠળ, હોમગાર્ડઝ સભ્યોને અસલ (એએસએલ), સિનિયર લીડિંગ હોમગાર્ડ (એસએલ), અને પાઇલટ સાર્જન્ટ (પીએસ) ની રેન્ક પર બઢતી આપવા માટે નવાનગર હાઈસ્કૂલમાં રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં હોમગાર્ડઝના સભ્યોની લેખિત અને શારીરિક કસોટી લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાની કમિટી, જેમાં કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા (ચેરમેન), હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંસેલા (સભ્ય સચિવ), વડી કચેરીના પ્રતિનિધિ ડી.કે.ચાવડા (સભ્ય), એસ.ઓ. મહિલા પ્રેક્ષાબેન ભટ્ટ (સભ્ય), એસ.ઓ.સ્પોર્ટ્સ દિલીપભાઈ ડાંગર (સભ્ય), અને રિદ્ધિબેન મહેતા (સિનિયર ક્લાર્ક)નો સમાવેશ થાય છે.જેઓ દ્વારા આ પરીક્ષાનું સંચાલન કરાયું હતું.આ ઉપરાંત, જયેશ રાણા, વિજયસિંહ વાળા, નરેન્દ્રસિંહ જાડેજા, કૈલાશ જેઠવા, હિમાંશુ પુરોહિત, રાજુ ઓઝા, રામભાઈ મેવાડા, જે કે પરમાર, ચિરાગ મકવાણા, જીગ્નેશ ચૌહાણ, અને સુહીત મહેતાએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આ૫ી હતી.
આ પ્રસંગે, કમિટીના ચેરમેન અને કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ નવાનગર સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને સમગ્ર રેન્ક ટેસ્ટ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ તે માટે જિલ્લાના તમામ અધિકારીઓ, હોમગાર્ડઝ સભ્યો, વડી કચેરીના પ્રતિનિધિ અને વહીવટી સ્ટાફને બીરદાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial