Sensex

વિગતવાર સમાચાર

જામનગર મનપાએ દરેડ જીઆઈડીસીના ૨૦ આસામીએ રૂ. ૧.૨૦ કરોડની કરી ભરપાઈ

ઉદ્યોગકારોના ઈશારે પોલીસે મીડિયા સાથે અયોગ્ય વર્તન કર્યુ હોવાની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના જીઆઈડીસી ફેસ ૨-૩, વિસ્તારના ૪૦૦ ઉદ્યોગકારો પાસેની કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે ૧ કરોડથી વધુ રકમની વસુલાત થઈ હતી. જયારે આ મુદ્દે આજે ઉદ્યોગકારો- મહાનગર પાલિકા વચ્ચે બેઠક યોજવામાં આવી રહી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા દરેડ ઉદ્યોગનગર વિસ્તારના ૪૦૦ પ્લોટ ધારકો પાસેની રૂ.  ૧૭ કરોડની જુની બાકી વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે, પરમ દિવસે મોટી માથાકુટ થઈ હતી. અને કેટલાક ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાની ટીમ સાથે માથાકુટ કરી હતી અને ટીમને ત્યાંથી ભગાડી હતી. આ સમયે મામલો કાબુ બહાર જતો હોવાનું જણાતા આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળ દ્વારા વધારાની પોલીસ પણ બોલાવી લેવાઈ હતી.

આ પછી મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ ઉદ્યોગકારોને વેરા રકમ એક સાથે ન ચુકવી શકાય તો હપ્તા કરી આપવા પણ જણાવ્યુ હતું અને એક બેઠક યોજવાનું કહેતા આજે ચર્ચાઓ થઈ રહી છે, જો ઉદ્યોગકારો વેરો ભરપાઈ નહી કરે તો આ પછી નિયમનુસાર કાર્યવાહી થાય તેવી શકયતા દર્શાવાઈ રહી છે.

બીજી તરફ ગઈકાલે ૨૦ આસામીઓ દ્વારા રૂ.  ૧ કરોડ ૨૦ લાખથી વધુ રકમની વેરા ભરપાઈ કરવામાં આવી હતી.

ઉપરાંત ઉદ્યોગકારોમાં પણ તડા પડયા હોય તેવો ઘાટ ઘડાયો છે. અમુક ઉદ્યોગકારો હાલ વેરો ભરવા તૈયાર નથી. તો અમુક ઉદ્યોગકારો એસોસીએશનના પ્રમુખ સામે આક્રોશ વ્યકત કરી રહ્યા છે. કેટલાક ઉદ્યોગકારોએ મીડિયા કર્મચારી સાથે પણ ઉદ્ધતાઈ ભર્યુ અને પોલીસ પાસે મીડિયા કર્મચારીના મોબાઈલમાંથી ફોટા-વીડિયો ડીલીટ કરાવ્યા હતાં આખરે મામલો એસ.પી. સુધી પહોંચતા ઉદ્યોગકારોના ઈશારે નાચનાર પોલીસ કર્મચારીએ મીડિયાની માફી માંગી હતી. હવે સમગ્ર પ્રકરણમાં આજની મિટિંગ પછી ચિત્ર સ્પષ્ટ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial