Sensex

વિગતવાર સમાચાર

મોક્ષ એટલે શું?

                                                                                                                                                                                                      

'મોક્ષ' પ્રાપ્તિની અભિલાષા પ્રત્યેક જીવોને અને મનુષ્યને હોય છે અને તેના માટે દરેક પોતાની સમાજ મુજબ દાન, પુણ્ય, પૂજા, વગેરે આદિ કર્યા કરે છે. પરંતુ અધિકાંશ લોકો એ નથી જાણતા કે મોક્ષ એટલે શું? સામાન્ય પણે લોકોની એવી સમાજ છે કે મોક્ષ એટલે જીવન અને મરણના ચક્રમાંથી છૂટી જવું અથવા તો આત્માનું પરમાત્મામાં વિલીન થવું.

કર્મના સિદ્ધાંતો મુજબ જોઈએ તો, આપણે બધા માતૃઋણ અને પિતૃઋણથી બંધાયેલા છીએ અને આ ઋણ ઉતારવા માટે ફરીથી જન્મ લેવો પડશે. અને ફરીથી જન્મ લેતા ફરીથી આપણે માતૃઋણ અને પિતૃઋણથી બંધાઈ જઈશું આમ કર્મનું બંધન જન્મોજન્મ ચાલતું જ રહે છે ભગવાન શ્રી વિષ્ણુને પણ કર્મનો ભાર ઉતારવા માટે અવતરવું પડે છે તો સામાન્ય જીવોની શું વિષાત છે.

હકીકતમાં મોક્ષ બાબતે અનેકો ભ્રમ પ્રવર્તે છે. એક માન્યતા મુજબ એકાદશીની તિથિ પર મૃત્યુ થાય તો મૃતકને મોક્ષ મળે છે. કાશીમાં અગ્નિદાહ દેવાથી મૃતકને મોક્ષ મળે છે વગેરે પરંતુ જો આ જ આ હકીકત હોય તો. એકાદશી ના લોકો આત્મહત્યા કરવા લાગે અને સૌ કાશીમાં જ અગ્નિદાહ માટે આગ્રહ રાખે અને તેનાથી પણ વધુમાં જોઈએ તો આ આ પૃથ્વી પર મનુષ્યોને સંખ્યા વધતી જાય છે જો લોકોને મોક્ષ મળતો હોય તો આ સંખ્યા વધવાને બદલે ઘટતી જવી જોઈએ પરંતુ આમ થતું નથી એનો સીધો અર્થ એ છે કે જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકાતું નથી તો શું મોક્ષ પણ નથી? ના એવું પણ નથી.

હકીકતમાં દરેક જીવોને ભગવાન તરફથી ચાર પ્રકાર ના દુઃખો મળેલા છે જેનું શ્લોક માં પણ વર્ણન મળે છે

ઁ મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ શરણાંગતમ

 જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ પીડિતં કર્મ બંધનઃ

અર્થાત, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધી આ તમામ દુખો થી છુટકારો મળે તેને જ મોક્ષ કહેવાય છે. આપણો જન્મ સામાન્ય રીતે થાય અને મૃત્યુ પણ કોઈપણ જાતની અભિલાષા અને વેદના રહીત થાય તથા આપણું જીવન કોઈપણ જાતની ઉપાધિ કે સંઘર્ષ વગર આરામદાયક રીતે ઈશ્વર ના સાંનિધ્ય માં પસાર થાય તેને જ મોક્ષ કહેવાય છે.

ઉદારણ રૂપે પક્ષીઓ પોતાના ઈંડાનું સેવન કરી બચ્ચાને જન્મ આપે છે આથી પક્ષીઓને પ્રસૂતિની વેદના સહન કરવી પડતી નથી બાકી પક્ષીએ મનુષ્યની માફક માળો પણ બાંધે છે અને પરિવાર પણ રચે છે આમ તેને જન્મ ના દુઃખમાંથી મુકિત મળી છે અને આને જ મોક્ષ કહેવાય છે કર્મ સારા હોય તો પક્ષીની યોનિમાં જન્મ મળે છે તેવું ડોંગરેજી મહારાજ રચિત ભગવદ ગીતામાં કહેલું છે. આમ કર્મ અનુસાર ઉપરોક્ત દૂઃખોમાંથી કમ અનુસાર છુટકારો મળે તેનેજ મોક્ષ કહેવાય છે.

આલેખનઃ યજ્ઞેશ દવે

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial