Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

પ્લાસ્ટિક બેગ્સના અન્ય ઈકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવીએ :પ્લાસ્ટિકના પ્રદૂષણને હરાવીએ

પ્લાસ્ટિક બેગ્સ સ્વાસ્થ્ય-પર્યાવરણ માટે ગંભીરઃ

                                                                                                                                                                                                      

૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને કાર્યવાહી કરવા પ્રેરવાનો એક મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ વર્ષે 'વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫' ની થીમ 'પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ છે.

આ થીમ અંતર્ગત, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતા નુકસાન વિશે લોકોને માહિતગાર કરવા અને હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી રહી છે, જે આ પ્રયાસોને વધુ વેગ આપશે.

રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક પ્રદૂષણના સૌથી મોટા વાહકોમાંની એક છે પ્લાસ્ટિક બેગ્સ. આ થેલીઓ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ ન કરવો હોય તો તેના બદલે શું વાપરી શકાય? ચાલો આજે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ (પોલી ઇથીલીન અથવા પોલીથીન બેગ્સ) ના એવા વિકલ્પો વિશે જાણીએ જે પર્યાવરણ માટે ફાયદાકારક હોવા ઉપરાંત પ્લાસ્ટિક બેગ જેટલા જ ઉપયોગી છે.

રિ-યુઝેબલ કોટન બેગ્સઃ સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ અને પુનઃવપરાશ કરી શકાય તેવી. કુદરતી અને નવીનીકરણીય સ્ત્રોતોમાંથી બનેલી, પર્યાવરણ માટે અત્યંત લાભદાયી. ગ્રોસરી, શાકભાજી અને ઘરગથ્થુ વસ્તુઓ માટે ઉત્તમ, સ્લીવ સાથેની બેગ્સ બોટલ કે બરણીના સંગ્રહ માટે પણ અનુકૂળ.

પેપર બેગઃ સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ, રિયુઝેબલ અને રિસાયકલેબલ વિકલ્પ. ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. સૌથી સસ્તો અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ, સ્ટોરેજ માટે સરળ. વિવિધ રંગો અને ડિઝાઇનમાં સરળતાથી ઉપલબ્ધ, ગ્રોસરી, લંચ અને મર્ચંડાઈઝ બેગ્સ માટે શ્રેષ્ઠ.

શણ/જ્યુટ/હેમ્પ બેગ્સઃ સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ અને નેગેટિવ કાર્બન એમિશન ધરાવતી. કિંમતમાં સસ્તી, સરળતાથી ઉપલબ્ધ, અને ટકાઉ. સરળતાથી ડિઝાઇન કરી શકાય તેવી, દરેક ક્ષેત્ર માટે અનુકૂળ અને પોલીપ્રોપિલિન કરતાં વધુ મજબૂત.

કમ્પોસ્ટેબલ બેગ્સઃ શેરડી, પોટેટો સ્ટાર્ચ, બાયોલોજિકલી સોર્સ્ડ પોલીમર જેવા કુદરતી અને નવીનીકરણીય પદાર્થોમાંથી બનેલી. કુદરતી ખાતર તરીકે      વિઘટિત થઈ શકે છે, જે જમીન માટે લાભદાયી છે. લેન્ડફિલ કચરો ઘટાડવામાં મદદરરૂપ

મસ્લીન ક્લોથ બેગઃ કોસ્ટ-ઇફેક્ટિવ, સસ્ટેનેબલ અને રિયુઝેબલ. ગ્રોસરી, શાકભાજી અને ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગી. સરળતાથી ધોઈ શકાય તેવી. લીનન બેગઃ ખાસ કરીને બેકરી આઇટમો માટે ઉપયોગી.

અન્ય ટકાઉ વિકલ્પોઃ સિલિકોન બેગ્સ (ખાદ્ય પદાર્થો અને કપડાં માટે), રિયુઝેબલ, સલામત અને ટકાઉ. પર્યાવરણ-મિત્ર, લિક-પ્રૂફ, અને સાફ કરવામાં સરળ. હીટ રેઝિસ્ટન્ટ, ફ્રીઝર સેફ, હળવા, કોમ્પેક્ટ અને બહુમુખી. રસોડાના વપરાશ માટે અત્યંત યોગ્ય.

પોલી પ્રોપિલિન બેગ્સઃ કિંમતમાં સસ્તા અને ટકાઉ. રિયુઝેબલ બેગ્સ તરીકે પણ વાપરી શકાય. સામાન્ય પ્લાસ્ટિક્સમાં સૌથી ઓછો કાર્બન ઉત્સર્જન દર ધરાવે છે. પોલીથીન બેગની સરખામણીએ ટૂંકો વિઘટન સમય. સંપૂર્ણપણે રિસાયકલેબલ અને રિસાઇક્લિંગ પ્રક્રિયા દરમિયાન પર્યાવરણમાં હાનિકારક રસાયણો ઉત્સર્જિત કરતા નથી.

સિન્થેટિક પ્લાસ્ટિક બેગ્સ

નાયલોન બેગઃ ક્રૂડ ઓઇલમાંથી બનેલી, રિયુઝેબલ, ટકાઉ, મજબૂત, હળવી અને વોટર રેઝિસ્ટન્ટ. પોલીથીન બેગ કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે અને લાંબા ગાળે સારો વિકલ્પ બની  શકે છે.

પોલિએસ્ટર બેગ્સઃ પેટ્રોલિયમમાંથી બનેલી, પોર્ટેબલ શોપિંગ બેગ માટે ઉત્તમ વિકલ્પ. વજનમાં હળવી, પાતળી અને ટકાઉ. બનાવટ દરમિયાન સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવતું પ્લાસ્ટિક.

શા માટે પ્લાસ્ટિક બેગ્સના

આ વિકલ્પો ફાયદાકારક છે?

પર્યાવરણ સુરક્ષાઃ જમીન અને પાણીનું પ્રદૂષણ ઘટાડે છે. ઓછું કાર્બન ઉત્સર્જનઃ પર્યાવરણ પર સકારાત્મક અસર કરે છે. વન્યજીવોને થતું નુકસાન અટકાવે છે. આર્થિક ફાયદાઃ લાંબા ગાળે કિંમતમાં સસ્તાં સાબિત થાય છે. પર્યાવરણીય દ્દષ્ટિએ વધુ ટકાઉ વિકલ્પો છે.

આ વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સૌ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાનો અને આ પર્યાવરણ-મિત્ર વિકલ્પો અપનાવવાનો સંકલ્પ લઈએ. ચાલો સાથે મળીને 'પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવીએ' !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial