Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ક્રિકેટ, કોરોના અને કુદરતનો કહેર... વાતોના વડા નહીં, જમીન પર કામ દેખાડો !?

                                                                                                                                                                                                      

આઈ.પી.એલ.-૨૦૨૫ ટૂર્નામેન્ટમાં બેંગ્લોરની ટીમ વિજેતા બની અને પંજાબની ટીમ માત્ર છ રને હારી ગઈ, તેની સાથે જ આર.સી.બી.ને ૧૮ વર્ષે પ્રથમ વખત આ સિદ્ધિ હાંસલ થઈ, તેની ચર્ચા વચ્ચે આ વર્ષે પણ ચોમાસંુ અધવચ્ચે અટવાઈ પડ્યું, તેના કારણો અને તારણો ચર્ચાઈ રહ્યા છે. કેરળમાં ચોમાસંુ વહેલું પહોંચ્યુ અને બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ રહી છે, અને ગુજરાતમાં પણ હળવા વરસાદનો વર્તારો છે, પરંતુ રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસંુ ક્યારે બેસશે, તે અંગે અલગ-અલગ મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે.

દેશના પૂર્વોત્તર રાજ્યોમાં તો ઘણા સ્થળે આસમાનમાંથી આફત વરસી હોય, તેમ ભારે વરસાદ અને પૂરના કારણે સરહદી સુરક્ષા માટે તૈનાત સૈન્યના ત્રણ જવાનો શહીદ થયા અને બીજા કેટલાક ગૂમ થયા છે, તેવા અહેવાલો પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન આકાશી વીજળીના પ્રકોપની તિવ્રતા દર્શાવે છે. સિક્કિમમાં ફસાયેલા એક હજાર જેટલા પર્યટકોને બચાવવા તો સેનાની મદદ લેવી પડી રહી છે, તો મીઝોરમમાં થતા લેન્ડ સ્લાઈડે જનજીવન વેરવિખેર કરી નાખ્યું છે. આસામમાં પણ વરસાદી આફતે ડઝનેક લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલો છે, તો ભારત-ચીન સરહદે આવેલા અરૂણાચલપ્રદેશમાં તો રેસ્ક્યુ ઓપરેશન માટે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરોની મદદ લેવી પડી રહી છે, જે દર્શાવે છે કે પ્રકૃતિના પ્રકોપ સામે માનવી કેટલો વામણો છે.

દેશમાં એક તરફ વરસાદના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ ભારે વરસાદ તથા ભૂસ્ખલન અને ભારે પૂર તબાહી મચાવી રહ્યા છે. આ કુદરતી અનિશ્ચિતતાઓ વચ્ચે કોરોનાનું સંક્રમણ એક વખત ફરીથી વધવા લાગતા લોકોમાં ધીમે-ધીમે ગભરાટ ફેલાવા લાગ્યો છે, તો પ્રારંભમાં બહુ ગંભીર નહીં જણાતા આરોગ્ય અને તબીબી ક્ષેત્રના સરકારીતંત્રો પણ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે.

જો કે, ગુજરાત સહિત દેશમાં હાલમાં કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે, તે પૈકી મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર અપાઈ રહી છે, અને અત્યંત જરૂરી જણાય તેવા દર્દીઓને જ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત દર્દીઓ ઝડપભેર સારવાર મેળવીને કોરોનામૂક્ત પણ થઈ રહ્યા છે. તેમ છતાં લોકોને પૂરેપૂરી સાવચેતી રાખવા, વારંવાર હાથ ધોવા અને હવે તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ પણ અપાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક તો રહેવું જ પડે તેમ છે !

કોરોનાનો કહેર વધી રહ્યો છે. અને બીજી તરફ વરસાદની આગાહીઓ પણ હતી. તેથી આઈ.પી.એલ.ની ફાયનલમાં વરસાદનું વિઘ્ન નડશે, અથવા કોરોનાની કોઈ કડક ગાઈડલાઈન્સ આવશે, તો શું થશે ? તેવી એકાદ અઠવાડિયાથી જે ચિન્તાઓ અને આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી, તેનો અંત આવ્યો અને દેશભક્તિના ગીતના રંગારંગ કાર્યક્રમ પછી ફાયનલ પણ રમાઈ ગઈ અને આર.સી.બી.નું સપનું સિદ્ધ થઈ ગયું, જ્યારે પંજાબ કિંગ્સનું સપનું રોળાઈ ગયું.

ઓપરેશન સિંદૂરના કારણે અત્યારે દેશમાં દેશભક્તિનો માહોલ છવાયો છે અને બી.સી.સી.આઈ.એ પણ દેશની રક્ષા માટે ઘરબાર છોડીને સરહદે તૈનાત જવાનો, તેના પરિવારો અને દેશની આંતરિક  અને બાહ્ય સુરક્ષા માટે તૈનાત તમામ સુરક્ષાદળોના જવાનો તથા શહીદો અને તેના પરિવારજનોને ગીત-સંગીત અને શબ્દોના માધ્યમથી જે રીતે ગરિમામય શ્રદ્ધાંજલિ આપી, તેના કારણે અમદાવાદમાં આ વર્ષે રમાયેલી આઈ.પી.એલ.ની ફાયનલ મેચ પણ યાદગાર બની ગઈ છે. જે લોકોને ક્રિકેટમાં રસ ન હોય, કે બહુ વ્યસ્ત રહેતા હોય તેવા લોકોએ પણ ગઈકાલની આઈ.પી.એલ. ફાયનલનું જીવંત પ્રસારણ નિહાળ્યું. તે આપણા દેશની જનતામાં ધબકતી અને પનપતી દેશદાઝ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે.

આઈ.પી.એલ.ની સિઝન પૂરી થઈ ગઈ અને મજા માણી લીધી, હવે આવી રહેલા ચોમાસા તથા વકરી રહેલા કોરોનાને લક્ષ્યમાં લઈને માત્ર તંત્રોએ જ નહીં, લોકોએ પણ સતર્ક થઈ જવાની જરૂર છે. જો હજુ વધુ સંક્રમણ ફેલાય, તો એવા સરકારી કાર્યક્રમોને ટાળવાની જરૂર છે, જેમાં વધુ લોકો એકત્રિત થતા હોય. ખાસ કરીને જે વિસ્તારોમાં સંક્રમણ વધુ ફેલાય, ત્યાં તો રેલીઓ, સભાઓ, યાત્રાઓ, પ્રદર્શનો અને કાર્યક્રમો ટાળવા જ જોઈએ. જો રાજનેતાઓ અન સરકારીતંત્રો જ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જનમેદની એકઠી કરતા રહેશે, તો સામાન્ય જનતાને ગાઈડ લાઈન્સ આપવાનો મતલબ જ નહીં રહે. જો કે, હજુ આપણે ત્યાં કોરોનાનો પ્રકોપ એટલો બધો ગંભીર બની રહ્યો નથી, પરંતુ વિકટ પરિસ્થિતિને ટાળવા વહેલાસર જાગી જવું પણ જરૂરી હોય છે.

જામનગરમાં તો ડેન્ટલ કોલેજના ચાર સ્ટુડન્ટ્સને એક સાથે કોરોના થતા તેઓની સારવાર કરાઈ અને આઈસોલેટ કરાયા, અને નગરમાં ગઈકાલ સુધીમાં વીસથી વધુ લોકો કોરોનાની ઝપટે ચડ્યા, તે અહેવાલો પછી તંત્રે ડોર-ટુ-ડોર સર્વેક્ષણ કરવાની જરૂર પણ જણાવાઈ રહી છે, કારણ કે આ વખતે કોરોના જેવા લક્ષણો દેખાવા છતાં ઘણાં લોકો તેનો લેબ ટેસ્ટ કરાવી રહ્યા નહીં હોય અને તે કારણે સંક્રમણ ગૂપચૂપ ફેલાઈ રહ્યું હશે. કમ-સે-કમ મેડિકલ ટીમો તથા કોરોનાકાળની જેમ ધન્વન્તરિ રથો સતત મોકલીને કોરોનાના શંકાસ્પદ કેસો શોધવામાં આવશે, તો આ ધીમી ગતિએ ગૂપચૂપ ફેલાતું સંક્રમણ વધુ પ્રસરતુ અટકાવી શકાશે, તેવા અભિપ્રાયોને અવગણવા જેવા નથી.

આગામી વરસાદની સિઝન અને કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને માત્ર વીડિયો કોન્ફરન્સો, મિટિંગો અને સમીક્ષાઓ કરીને જ નહીં ચાલે, પરંતુ જરૂરી કાર્યવાહી અને પ્રક્રિયા થતી જમીન પર પણ દેખાવી જોઈએ. વાતોના વડા કરવા કે લોકોને માત્ર સલાહો કે માર્ગદર્શિકા આપતા રહેવાના બદલે તંત્રોએ નક્કર કામ પણ કરવું પડશે. મુખ્યમંત્રી કે કોઈ વી.આઈ.પી. આવવાના હોય, તેની વ્યવસ્થાઓમાં વ્યસ્ત તંત્રોએ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને પણ પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ. અને જરૂર પડ્યે મોટા મેળાવડા કે જનમેદનીઓના આયોજનો ટાળવા જોઈએ, તેમ નથી લાગતું ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial