Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

બે મહિનાની બાળકીના ત્રાંસા પગનું જી. જી. હોસ્પિટલમાં સફળ ઓપરેશન

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે ખુશીને આપી 'ખુશી'

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ખેતીકામ કરતા પ્રવીણભાઈ જાદવના ઘરે ૨૪ જૂન, ૨૦૨૪ના દીકરી ખુશીનો જન્મ થયો હતો. જન્મ સમયે તેનું વજન ૨.૮ કિલોગ્રામ હતું. બાળકીને જન્મથી જ જમણા પગમાં ક્લબ ફૂટ એટલે કે જન્મજાત પગની ખોડખાંપણ હતી. ધ્રોલની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમની ટીમ દ્વારા બાળકની પ્રાથમિક મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્યાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જોડિયાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ આરબીએસકે ટીમના ડો.સેજલ કરકર અને તેમની ટીમે બાળકીની ગૃહ મુલાકાત લીધી.પરિવાર ખુબ જ ચિંતિત હતો, પરંતુ ડોક્ટરોએ તેમને સમજાવ્યું કે આ જન્મજાત ખામીની સારવાર શક્ય છે અને ગભરાવાની જરૂર નથી. તેમણે ખાતરી આપી કે બાળક અન્ય બાળકોની જેમ ચાલી શકશે.

વિનામૂલ્યે સારવાર મળતા ખુશીને મળ્યું ઉજ્જવળ ભવિષ્ય

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરીને જામનગરની જી.જી. હોસ્પિટલ બાળકીને રિફર કરવામાં આવી. ડોક્ટરો દ્વારા સારવાર વિશે સમજાવવામાં આવ્યું, સારવાર અંતર્ગત બે મહિના સુધી દર અઠવાડિયે પ્લાસ્ટર કરવામાં આવ્યું. આ સારવાર ૦૯ જુલાઈ, ૨૦૨૪ થી ૨૬ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી ચાલી. ત્યારબાદ નિષ્ણાત ડોકટરો દ્વારા ખૂબ જ કુનેહથી ટીનોટોમી (પગની સર્જરી) કરવામાં આવી. બે દિવસ દાખલ રાખીને બાળકીને રજા આપવામાં આવી અને પગના શુઝ આપવામાં આવ્યા, તેમજ સમયાંતરે ફોલોઅપ અને તપાસ કરવામાં આવી.

ઓપરેશન બાદ આરબીએસકે ટીમ, જેમાં ડો.સેજલ કરકર, ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ બંસી ડાંગર, એમ.પી.ડબલ્યુ આનંદભાઈ અને ગામના આશા વર્કર દિવ્યાબેનનો સમાવેશ થાય છે, કે જેઓએ વારંવાર બાળકીની મુલાકાત લીધી અને તેના માતા-પિતાએ જણાવ્યું કે બાળકને ખૂબ સારું છે અને ઓપરેશન તથા સારવાર બાદ બાળકના પગમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ખાનગી હોસ્પિટલમાં ટીનોટોમી ઓપરેશનનો અંદાજિત ખર્ચ ૨૫,૦૦૦ રૂપિયા, એક પ્લાસ્ટરનો ખર્ચ ૨ થી ૩ હજાર રૂપિયા અને પગના શુઝનો ખર્ચ ૪ થી ૫ હજાર રૂપિયા જેટલો થતો હોય છે. જો કે, જી.જી.હોસ્પિટલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સંદર્ભ કાર્ડ હેઠળ સમગ્ર ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવી.આ પહેલથી ખુશીને સામાન્ય જીવન જીવવાની તક મળી છે, જે તેના પરિવાર માટે અનમોલ ભેટ સમાન છે.

ખુશીના સફળ ઓપરેશન થકી આરબીએસકે કાર્યક્રમની સફળતા એ દર્શાવે છે કે સરકારની આરોગ્ય યોજનાઓ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો માટે કેટલી લાભદાયી છે. આ માત્ર એક બાળકીના જીવનમાં આવેલો સુધારો નથી, પરંતુ આવા અનેક બાળકો માટે આશાનું કિરણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial