ઉત્કૃષ્ટ પરિણામો મેળવનાર તેજસ્વી તારલાઓના ઉચ્ચ કારકિર્દીના સપના
જામનગર તા. ૧૪: જામનગરની એસ.બી.શર્મા પબ્લિક સ્કૂલ વર્ષોથી બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. પ્રિન્સીપાલ પૂજા શર્માની આગેવાનીમાં શૈક્ષણિક સ્ટાફની મહેનત રંગ લાવી છે. આ વર્ષે પણ સ્કૂલનું ૯૯% રિઝલ્ટ આવ્યું છે તથા ૨ વિદ્યાર્થીએ એવન ગ્રેડ તથા ૧૪ વિદ્યાર્થીએ એટુ ગ્રેડ અને ૮ વિદ્યાર્થીએ બીવન ગ્રેડ મેળવ્યા છે.વિદ્યાર્થીઓએ વાલીઓ તથા શિક્ષકો સાથે નોબતની મુલાકાત લઇ પોતાની સફળતા વિશે વાત કરી હતી.
મહેક ટાંકનું સી.એ. બનવાનું સપનું
સ્કૂલની વિદ્યાર્થિની મહેક ટાંકે અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૩% ગુણ તથા ૯૮.૨૦ પી.આર. અને એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં પિતા આરીફભાઇ એન્જીનિયર છે જ્યારે માતા મીનાઝબેન ગૃહિણી છે. સ્પોર્ટસ અને ડાન્સનો શોખ ધરાવતી મહેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા પ્રતિબદ્ધ છે.
ધારા ભાટુનું ડોક્ટર બનવાનું લક્ષ્ય
સ્કૂલની વિદ્યાર્થિની ધારા ભાટુએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ની પરીક્ષામાં ૯૧% ગુણ તથા ૯૬.૮૭ પી.આર. અને એવન ગ્રેડ મેળવી પરિવાર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.તેણીનાં પિતા ખેડૂત છે જ્યારે માતા હેતલબેન ગૃહિણી છે. વાચન અને ડ્રોઇંગનો શોખ ધરાવતી ધારા વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનાવ ઇચ્છે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial