Sensex

વિગતવાર સમાચાર

જામનગરના સોમૈયા ક્લાસીસના વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ઝળહળ્યા

સાત વિદ્યાર્થીએ મેળવ્યો એ-વન ગ્રેડ

                                                                                                                                                                                                      

જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં આવેલ સોમૈયા ક્લાસીસ ૧૯૯૭ થી કાર્યરત છે. ક્લાસીસનું પ્રતિવર્ષ બોર્ડનું ઝહળતું પરિણામ આવે છે. આ વર્ષે પણ ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ક્લાસીસના વિદ્યાર્થિઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ક્લાસીસનું ૯૯ ટકા રીઝલ્ટ આવ્યું છે. ક્લાસીસના સંચાલક નિકુંજ સોમૈયા તથા હિતેષ સોમૈયા અને તેજસ્વી વિદ્યાર્થિઓ સાથે 'નોબત'ની મુલાકાત લઈ સફળતાની યાત્રા વિશે વાત કરી હતી.

રાજવીરને બનવું છે આર્કીટેક

ક્લાસીસના રાજવીર સોલંકીએ ગુજરાતી માધ્યમની ધો. ૧૦ ની પરીક્ષામાં ૯પ.૮૩ ટકા ગુણ સાથે ૯૯.૬૦ પીઆર એ-વન મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. રાજવીરના પિતા આનંદભાઈ રિલાયન્સમાં કાર્યરત છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. નિયમિત અભ્યાસથી સફળતા પ્રાપ્ત કરનાર અને ફૂટબોલ રમવાનો તથા જનરલ નોલેજ મેળવવાનો શોખ ધરાવતા રાજવીરનું સપનું અર્કીટેક બનવાનું છે.

સુહાસીને સીએ બનવું છે

ક્લાસીસના સુહાસી ચંદારાણાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૪.૬૭ ટકા ગુણ તથા ૯૯.૧૪ પીઆર સાથે એ-વન મેળવી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. સુહાસીના પિતા પરાગભાઈ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે તથા માતા વર્ષાબેન ગૃહિણી છે. એ-વન પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે મહેનત કરનાર સને સંગીત તથા નૃત્યનો સોખ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

શિયા ચતવાણી સીએ બનવા માટે પ્રતિબદ્ધ

ક્લાસીસની વિદ્યાર્થિની શિયા ચતવાણીએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૪.૪૧ ટકા ગુણ સાથે ૯૮.૯૦ પીઆર મેળવી અને એ-વન પ્રાપ્ત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે. શિયાના માતા મેઘનાબેન મહાનગરપાલિકામાં એવારત છે. ડ્રોઈંગ અને એન્કરીંગનો શોખ ધરાવતી શિયા શિક્ષકોના માર્ગદર્શનથી સફળ થયાનું જણાવે છે. તેણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઝળહળતી કારકિર્દી બનાવવા પ્રતિબદ્ધ છે.

યશ્વી આંબલીયાનું પણ સીએ બનવાનું છે લક્ષ્ય

ક્લાસીસની વિદ્યાર્થિની યશ્વી આંબલિયા અને ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૩.૬૬ ટકા ગુણ સાથે ૯૮.૬ર પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યુ તેણીના પિતા જીક્ષેશભાઈ ઈલેક્ટ્રીશ્યન છે, જ્યારે માતા મનિષાબેન હાઉસવાઈફ છે. ડાન્સનો શોખ ધરાવતી યશ્વી વાણિજ્ય પ્રવાહમાં આગળ અભ્યાસ કર્યા પછી સી.એ. અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ ચાર્ટર્ડ થઈ એકાઉન્ટન્ટ થવાનું પ્રતિબદ્ધ છે.

સૌમ્ય કણજારિયાને એરોસ્પેસ એન્જિનિયર બનવું છે

ક્લાસીસના વિદ્યાર્થિ સૌમ્ય કણજારિયો અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૩ ટકા ગુણ સાથે ૯૮.ર૦ પીઆર અને એ-વન ગ્રેડ મેળવી પ્રશંસસાપાત્ર પરિણામ મેળવ્યું છે. તેના પિતા ભરતભાઈ જોબ કરે છે તથા માતા જીજ્ઞાબેન ગૃહિણી છે. તેનો મોટો ભાઈ સિદ્ધાર્થ કેમિકલ એન્જિનિયર છે, જ્યારે સૌમ્ય એરોસ્પેસ એન્જિનિયર કે સ્પેસ સાયન્ટીસ્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

યશ્વી સી.એ. બનવા ઈચ્છે છે

ક્લાસીસના યશ્વી વારાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ મા ૯૦.૦પ ટકા ગુણ સાથે ૯૬.૩૬ પીઆર સાથે એ-વન ગ્રેડ મેળવી ઊંચુ પરિણામ મેળવ્યું છે. યશ્વીના પિતા રાકેશભાઈ ખોકરી કરે છે, જ્યારે માતા શ્વેતાબેન ગૃહિણી છે. કૂકીંગ-ડાન્સીંગનો શોખ સાથે નિયમિત ૮ કલાક વાચન કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે. યશ્વીનું લક્ષ્ય સી.એ. બનવાનું છે.

ધાર્મી સોનગરાનું ડોક્ટર બનવાનું લક્ષ્ય

ક્લાસીસની વિદ્યાર્થિની ધાર્મી સોનગરાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ મા ૯૦.૧૬ ટકા ગુણ સાથે ૯૬.૦૭ પીઆર અને એ-વન ગ્રેડ મેળવી તેણીના પિતા જયંતિભાઈ સરકારી નોકરી કરે છે. જ્યારે માતા ગૃહિણી છે. ડ્રોઈંગનો શોખ ધરાવતી ધાર્મીએ નિયમિત ર કલાકના વાચનથી ધારી સફળતા મેળવી છે. તેણી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવા માટે પ્રતિબદ્ધ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial