Sensex

વિગતવાર સમાચાર

મંદીની શરૂઆત બ્યુટી સલૂનથી થાય

                                                                                                                                                                                                      

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં સુત્ર આપ્યું હતું કે *અમેરિકા ફર્સ્ટ*. અને ચૂંટણી જીત્યા પછી તેનો તરત જ અમલ પણ કર્યો, દુનિયાના દરેક દેશ પર ટેરિફ વધારીને.

ટેરિફ વધારતી વખતે ટ્રમ્પે આશ્વાસન આપ્યું હતું કે હવે બધું સસ્તું થશે. તેની વાત સો ટકા સાચી પડી --  દુનિયા આખીના શેર બજારમાં શેરના ભાવ ઘટી ગયા..!

જો કે આ ટેરિફની અસર પણ અદ્ભુત છે. અમેરિકાએ ટેરિફ ચાઇનાનો વધાર્યો અને  તકલીફ અમેરિકાનોની વધી ગઈ, કારણ કે અમેરિકામાં પણ મેક્સિમમ ચાઈનીઝ વસ્તુઓ જ વપરાય છે..

અમેરિકા એક અદ્ભુત દેશ છે. ત્યાં જાત જાતના રિસર્ચ સતત થતા હોય છે. હમણાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું કે મંદીની શરૂઆત બ્યુટી પાર્લરથી થાય છે..! એટલે કે મંદીની શરૂઆત થતા જ લોકો સૌ પ્રથમ તો બ્યુટી ટ્રીટમેન્ટ પાછળનો ખર્ચ ઘટાડે છે. લોકો સસ્તી ટ્રીટમેન્ટ પસંદ કરશે, અઠવાડિયે બે વાર બ્યુટી પાર્લરમાં જવાને બદલે મહિના આખામાં ફક્ત એક જ વખત બ્યુટી પાર્લરમાં જશે,

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણને સૂત્ર આપ્યું છે કે *આત્મનિર્ભર બનો*. ભારતના લોકો તો કેટલા આત્મનિર્ભર બન્યા તેની ચોક્કસ માહિતી નથી,  પરંતુ દરવાજે દસ્તક દેતી મંદીથી બચવા માટે દુનિયાભરના માણસો શક્ય તેટલી બ્યુટી ટ્રીટમેન્ટ જાતે લેવાનું શરૂ કરે છે.

આની સીધી અસર એ પડશે કે દર અઠવાડિયે થતી કીટી પાર્ટી પણ મહિનામાં એક જ વખત થશે. બ્યુટી પાર્લરમાં ગયા વગર કીટી પાર્ટીમાં થોડું જવાય ? અને આ વાતની દેશના અર્થતંત્ર પર અનેક રીતે અસર થાય. બ્યુટી પાર્લરમાં વપરાતી અનેક વસ્તુઓમાં મંદી દેખાય, ટ્રાન્સપોર્ટેશનમાં મંદી દેખાય. કીટી પાર્ટીમાં વપરાતી વસ્તુઓ ઓછી વેચાય અને તેમાં પણ મંદી દેખાય. અને સૌથી વધુ તો  કીટી પાર્ટીમાં નવી નવી ફેશન અને નવી નવી વસ્તુઓનું મોટા પાયે માર્કેટિંગ થતું હોય છે તે માર્કેટિંગ અટકે, અને તેથી વેચાણ પણ ઓછું થાય અને મંદીના દર્શન થાય.

બ્યુટી પાર્લરના ખર્ચા આમ પણ બધાની આંખે ચડી ગયા છે. અગાઉ બજારમાં ડુંગળીના ભાવ બહુ વધી ગયા હતાં. એક કિલોના ૨૦૦ રૂપિયા. શાકભાજી ખરીદવા ગયેલા નટુના મોંમાંથી આટલા ભાવ  સાંભળીને રાડ પડી ગઈ, *હેં ? આટલી બધી મોંઘી ડુંગળી ?

આ પ્રશ્ન સાંભળીને શાકભાજીના વેપારીએ સીધું જ સંભળાવ્યું, *કેમ ? ૨૦૦ રૂપિયાની ડુંગળી મોંઘી લાગે છે, અને બ્યુટી પાર્લર જાવ છો ત્યારે તો પાંચ-છ હજાર રૂપિયા ચુકવતી વખતે ભાવ પણ નથી પૂછતા..!*

મને તો બ્યુટી પાર્લર નું  આ અધધધ બજેટ જોઈને એક જ વિચાર આવે છે કે, એ તો સારું કે રાવણ પુરુષ જાત હતો ....બાકી રાવણ જો દસ મોઢા વારી સ્ત્રી હોત તો . જરા વિચારી જુઓ...

બિચારો એનો વર ફેશિયલ અને મેકઅપના બીલ ચૂકવવામાં  જ દેવાદાર થઈ જાત..!!

અને હા, તેમની લંકા કદી સોનાની બની જ ન શકત..!

વિદાય વેળાએ : શ્રીમતીજી, *વાહ, બહુ જ સરસ ફેશિયલ કર્યું છે તે તો. કેટલા વર્ષનો અનુભવ છે તને?

ગર્લઃ મેડમ..! આજ પાર્લરમાં મારો પેલો જ દિવસ છે

પેલા હું વાસણ ઉટકતી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial