
તા. ૦૨-૧૨-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
સ્થાનિક સ્તરે વ્યાજ દરમાં કોઈપણ ઘટાડો ઉપભોગ માંગમાં વૃદ્ધિ કરાવશે તેવી અપેક્ષા, ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાશે તો વિદેશી રોકાણ પ્રવાહ ભારત તરફ ફરી શરૂ થવાની આશાએ ગઈકાલે સેન્સેકસે ૮૬૧૫૯ પોઈન્ટની જ્યારે નિફટી ફ્યુચર ઈન્ડેકસે ૨૬૪૯૩ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવ્યા બાદ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સુધારો ધોવાઈ ગયો હતો અને મુખ્ય ઈન્ડાયસિસે વિક્રમી સપાટીએથી યુ ટર્ન લીધો હતો.
ગત સપ્તાહના અંતે જાહેર થયેલા દેશના જીડીપી ડેટા, અમેરિકા-ભારત વેપાર કરાર પર ચર્ચા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા શરૂ થયેલી ધીમી ગતિની લેવાલી સામે આગામી દિવસોમાં મળનારી રિઝર્વ બેન્કની બેઠક પૂર્વે ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૨%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૫૩% અને નેસ્ડેક ૦.૪૬% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૭૨ અને વધનારની સંખ્યા ૧૨૯૭ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફાઈનાન્શીયલ સર્વિસ, બેન્કેકસ, કોમોડીટીઝ, મેટલ અને પાવર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૭,૫૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૭,૫૯૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૭,૪૦૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૭,૪૪૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૭૬,૦૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૭૬,૧૯૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૭૪,૫૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૫૮૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૭૪,૬૧૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
સ્ટેટ બેન્ક (૯૮૦) : પબ્લિક બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૬૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૮૯ થી રૂ.૯૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૦૦૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૩૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૭ થી રૂ.૯૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એસબીઆઈ કાર્ડ્સ (૮૭૮) : રૂ.૮૬૮ નો પ્રથમ તેમજ રૂ.૮૬૦ બીજા સપોર્ટથી નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૮૭ થી રૂ.૮૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ડીએલએફ લિ. (૭૧૫) : રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૪ થી રૂ.૭૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા નજીકના સમયમાં મુખ્યત્વે વૈશ્વિક-સ્થાનિક મેક્રો સિગ્નલ્સ, આરબીઆઈની નીતિ દિશા અને વૃદ્ધિ-ફુગાવાના નવા ડેટા પર આધારિત રહેશે. હાલમાં જીડીપી વૃદ્ધિનો ૮.૭%નો મજબૂત આંક, કોર ઇન્ફ્લેશનમાં સ્થિરતા અને રૂપીયા-બોન્ડ યિલ્ડમાં તાજેતરનો સંતુલિત વલણ બજારમાં વિશ્વાસ જાળવી રહ્યા છે. જો ૫મી ડિસેમ્બરની એમપીસી મીટિંગમાં આરબીઆઈ ૦.૨૫%નો વ્યાજ દર ઘટાડો કરે, તો બેંક્સ, ઓટો, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા જેવા દર સંવેદનશીલ સેક્ટરોમાં વધુ ફંડ ફ્લો થાય એવી શક્યતા છે. વ્યાજ દર નીચા આવતાં કન્સમ્પશન-કેપેક્સ સાયકલને વેગ મળશે, જે સેન્સેક્સ-નિફ્ટીને આગામી સમયમાં પણ નવી ઊંચાઈ તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા-ચીન, અમેરિકા-રશિયા અને ભારત-અમેરિકા વચ્ચેના વેપારી તેમજ રાજકીય મતભેદો અને તણાવ આગળ પણ બજારની દિશાને મોટા પ્રમાણમાં અસર કરશે. રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત, સંભવિત ડિફેન્સ કરાર અને યુરોપ-એશિયાના નવા ટ્રેડ એગ્રીમેન્ટ્સ ભારતને વધુ વૈશ્વિક ડાઈવર્સિફાઈડ ટ્રેડ નેટવર્ક તરફ લઈ જઈ શકે છે, જે લાંબા ગાળે ભારતીય બજારને વધુ મજબૂત ફંડ ફ્લો અને સ્થિરતા આપશે. જો અમેરિકાનો વલણ તટસ્થથી સહકારાત્મક તરફ રહે અને ભારતની અટવાયેલી ટ્રેડ ડીલમાં ગતિ આવે, તો ભારતીય બજારમાં આગામી ત્રિમાસિકમાં બજેટ ૨૦૨૬ અને વ્યાજ-વિકાસ ચક્રના રિવર્સલ પૂર્વે વધુ તેજી જોવા મળી શકે છે. આમ, નજીકના સમયમાં બજાર વોલેટિલિટી સાથેની પણ કુલ મળીને અપવર્ડ ટ્રેન્ડ જાળવવાની વધુ સંભાવના છે.