મેહુલ ચોક્સીની ર૪.૭૭ કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હી તા. ૧રઃ ભાગેડુ મેહુલ ચોક્સીની રૃપિયા ર૪.૭૭ કરોડની સંપત્તિ ઈ.ડી.એ જપ્ત કરી હોવાના અહેવાલો છે.

પંજાબ નેશનલ બેંકના રૃપિયા ૧૩,પ૦૦ કરોડના કૌભાંડમાં નિરવ મોદી ઉપરાંત તેના મામા મેહુલ ચોક્સી પણ અપરાધી છે, અને બન્ને જણા દેશ છોડીને ભાગી ગયા છે. નિરવ મોદી લંડનની જેલમાં છેી, જ્યારે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે, અને એન્ટીગુઆ સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે.

ગઈકાલે ઈ.ડી.એ મેહુલ ચોક્સીની કિંમતી વસ્તુઓ, હીરા ઝવેરાત અને વાહનો સહિત કુલ રૃપિયા ર૪.૭૭ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈ.ડી.એ ધનશોધન નિવારક કાનૂન-ર૦૦ર હેઠળ આ  કાર્યવાહી કરી છે.

મેહુલ ચોક્સીએ લગભગ રૃપિયા ૬ હજાર કરોડનું કૌભાંડ કર્યું છે, તે પૈકી અત્યાર સુધીમાં ઈ.ડી.એ રૃપિયા રપ૩૪ કરોડ જેવી રકમ જપ્ત કરી હોવાનું સૂત્રો જણાવે છે.

close
Nobat Subscription