શુભ વિવાહ

વાડીનારના 'નોબત'ના પ્રેસ પ્રતિનિધિ

જગદીશભાઈની સુપુત્રીના શુભલગ્ન

 વાડીનારના 'નોબત'ના પ્રેસ પ્રતિનિધિ શ્રી જગદીશભાઈ ધરમશીભાઈ દત્તાણી તથા અ.સૌ. ભારતીબેન જગદીશભાઈ દત્તાણીની સુપુત્રી ચિ. પૂનમના શુભલગ્ન જામનગર નિવાસી ગં.સ્વ. પ્રેમીલાબેન તથા સ્વ. મનસુખલાલ કરસનદાસ ઠકરારના સુપુત્ર ચિ.જયંતકુમાર સાથે આજે તા. ૧૨-૩-૨૦૨૦ના દિને જામનગરના લોહાણા મહાજનવાડીમાં નિરધાર્યા છે.

 

બેરાજાના મોદી પરિવારના આંગણે લગ્નોત્સવ

ખંભાળીયા તાલુકાના બેરાજા (બારાડી) નિવાસી અ.સૌ. હર્ષાબેન તથા શ્રીમાન જીતેશભાઈ તુલસીભાઈ મોદીના સુપુત્ર ચિ. પ્રિયેશના શુભલગ્ન ખડીયા નિવાસી અ.સૌ.સાધનાબેન તથા શ્રી વિજયભાઈ પરસોત્તમભાઈ કારીયાની સુપુત્રી ચિ. નિશા સાથે તા. ૧૨-૩-૨૦૨૦ના દિને નિરધાર્યા છે. નવદંપતીનો સત્કાર સમારંભ તા. ૧૩-૩-૨૦૨૦ના રાત્રે ૮ વાગ્યે બેરાજા ગામમાં જલારામ મંદિરના પરિસરમાં યોજાયો છે.

close
Nobat Subscription