કરબોજ વગરના-વિકાસ કૂચને વેગવંતી બનાવતા રાજ્યના અંદાજપત્રને આવકારતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા

જામનગર તા. ૪ઃ ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના નેતૃત્વમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા રૃા. ર,ર૭,૦ર૯ કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવેલ, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વધારેમાં વધારે વિકાસ થાય અને તમામ ક્ષેત્રમાં ખાસ તો આરોગ્ય, શિક્ષણ અને અન્ન અને નાગરિક પુરવઠામાં વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે જે આવકારદાયક છે.

વર્ષ-ર૦ર૧-રર ના બજેટમાં ખાસ હાલારની વાત કરીએ તો હાલારના બન્ને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સર્વાંગી વિકાસલક્ષી બજેટમાં અનેકવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. ચારધામ પૈકીના દ્વારકા જગત મંદિરને વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવેલ છે. સાથોસાથ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોને પણ આવરી લીધેલ છે. દેવભૂમિ દ્વારકામાં આયુર્વેદિક ઔષધિના ઉપયોગ માટે પણ રકમ ફાળવવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકાધીશ દર્શન માટે તેમજ અન્ય યાત્રાધામો માટે ખાસ હેલિકોપ્ટર સેવા શરૃ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે આવકારદાયક છે. સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને રપ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી વિપુલમાત્રામાં રોજગારીની નવી તકો ઊભી થશે અને જીઆઈડીસી માટે પણ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

મહાનગરોની ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે મેટ્રો નીયોની વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં જામનગરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ખાસ અન્ન અને નાગરિક પુરવઠા માટે રૃા. ૧રર૪ કરોડ અંદાજપત્રમાં ફાળવવામાં આવેલ છે.

આમ ગુજરાતના સર્વાંગી વિકાસલક્ષી બજેટ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના નેતૃત્વમાં રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નિતીનભાઈ પટેલનો રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) દ્વારા આભાર વ્યક્ત કરી બજેટને આવકાર આપવામાં આવ્યો છે.

 

સવા બે લાખ કરોડનું પુરાંતલક્ષી, વિકાસલક્ષી અને આત્મનિર્ભરતાની દિશામાં આગેકૂચ કરનાર છતાં કોઈપણ જાતના નવા કરવેરા વગરનું પ્રજાલક્ષી બજેટ

ગુજરાત રાજ્યના અંદાજપત્રને જિલ્લા ભાજપનો આવકાર

જામનગર તા. ૪ઃ ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા આગામી વર્ષ માટે એક ઐતિહાસિક ગણાવી શકાય તેવું બજેટ રજૂ કરી, ભાજપ સરકારના 'સૌનો સાથ સૌનો વિકાસ' ના મંત્રને દોહરાવ્યું હોવાનું જામનગર જિલ્લા ભાજપની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યં છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના નેતૃત્વમાં દેશમાં પ્રથમ વખત લાઈવ મોબાઈલ એપ્લીકેશન મારફત રાજ્યના લોકોએ બજેટને નિહાળ્યું તે ઘટના પણ ગૌરવપ્રદ કહી શકાય. વર્ષ-ર૦ર૧-રર ના આ બજેટમાં કૃષિ, શિક્ષણ, રોજગાર સહિત તમામ બાબતોને મહત્ત્વ આપવામાં આવેલ છે. વિશેષમાં જામનગર જિલ્લામાં શેખપાટમાં નવી જીઆઈડીસી માટે ફાળવણીની જાહેરાત, સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ માટે રૃા. રપ કરોડની ફાળવણી, ધો. ૧૦ થી ૧ર ના ૧૯ લાખ વિદ્યાર્થીઓ માટે મફત પુસ્તકો સહિત શિક્ષણ માટે ૩ર૭૧૯ કરોડની જંગી ફાળવણી, કૃષિ વિભાગમાં ૭ર૩ર કરોડની જાહેરાતમાં રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિનામૂલ્યે આપવા, બાગાયત ખેતી લગત યોજનાઓ માટે ૪૪ર કરોડ, માર્ગ-મકાન વિભાગ માટે ૧૧૧૮પ કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે ૩પ૧૧ કરોડ, આરોગ્ય માટે ૧૧૩ર૩ કરોડ, ઉર્જા વિભાગ માટે ૧૩૦૩૪ કરોડની જોગવાઈઓ મુખ્ય ગણી શકાય. કોરોનામાં રાજ્યની આવક ઘટી હોવા છતાં કોઈપણ જાતના નવા કરવેરા વગરનું આ બજેટ આવકારદાયક છે.

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ડો. પી.બી. વસોયા, સૂર્યકાંત મઢવી સહિતના આગેવાનોએ આ બજેટને 'ડીજીટલ બજેટ' ને આવકારતા વિજયભાઈ રૃપાણી અને નીતિનભાઈ પટેલને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરતા જણાવેલ છે, કે કોરોના કાળમાં સરકારને વિવિધ વેરાની આવકમાં ઘટાડા છતાં સૌથી મોટું અને વિકાસલક્ષી બજેટથી 'સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ' ને સાર્થક કરતા તમામ વર્ગોને સમર્પિત અને અર્થવ્યવસ્થાને ઉત્કૃષ્ટ બનાવવાના અભિગમ સાથેના ગુજરાત સરકારના વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

 

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દિલ્હી-ગુજરાતની જનતાના રસપ્રદ વલણો

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના વિજયપતાકા લહેરાઈ જ્યારે દિલ્હી પેટા ચૂંટણીમાં સુપડાસાફ થતા છવાયો સન્નાટો!

નવી દિલ્હી તા. ૪ઃ દિલ્હીમાં એમસીડીની પાંચ ખાલી બેઠકોની પેટાચૂંટણી હતી, જેમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપની બે બેઠકો આમઆદમી પાર્ટીએ ઝુંટવી લીધી છે. એક બેઠક બસપા અને એક બેઠક કોંગ્રેસને મળી છે, જ્યારે અન્ય એક સીટ આમ આદમી પાર્ટીએ જાળવી રાખી છે.

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય પતાકા લહેરાવી, પણ હવે દિલ્હીમાં ઝટકો લાગતા દિલ્હી ભાજપમાં ચિંતા પ્રવર્તી રહી હોવાની ચર્ચા રાજધાનીમાં થઈ રહી છે. દિલ્હીમાં એમસીડીની ત્રણ બેઠકો જીત્યા પછી કેજરીવાલે હુંકાર કર્યો કે આવતા વર્ષે થનારી દિલ્હીની ત્રણેય દિશાની મ્યુનિસિપાલિટીઓ એટલે કે એમસીડીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શાસન સ્થાપિત થશે, તે આ પેટા ચૂંટણીએ નક્કી કરી દીધું છે.

જો કે, કોંગ્રેસે જે બેઠક મેળવી, તે આમ આદમી પાર્ટી પાસેથી ઝુંટવી લીધી છે, એટલે કે આ ખાલી થયેલી બેઠક પર આ પહેલાના કોર્પોરેટર આમ આદમી પાર્ટીના હતાં. આ એક બેઠકમાં શાસક પક્ષ 'આપ' સામે લડીને વિજય મેળવ્યા પછી દિલ્હી કોંગ્રેસમાં ઉત્સાહ અને આશાનો સંચાર થયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અનિલ ચૌધરીએ તો આગામી એમસીડી જ નહીં, પરંતુ દિલ્હી વિધાનસભામાં પણ વિજય મેળવવાનો દાવો કરી દીધો છે!

બીજી તરફ ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ આદેશ ગુપ્તાએ બે બેઠકો ગુમાવી, તે અંગે આત્મમંથન કરવાની વાત કરી છે, અને વર્ષ ર૦રર માં એમસીડીની ચૂંટણી પહેલા પૂરી તૈયારીઓ કરીને અમે ખામીઓ દૂર કરીને પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવાની તત્પરતા બતાવી આથી તેમણે સ્વયં તમાચો મારીને ગાલ લાલ રાખવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે આ પેટાચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક પણ બેઠક મળી નથી અને સુપડા સાફ થઈ ગયા છે. ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યાલયો ધમધમી રહ્યા હતાં, જ્યારે પ્રદેશ ભાજપના કાર્યાલયો પર સન્નાટો છવાયો હતો.

કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે, ત્યારે મોદી-શાહના ગઢમાં પહોંચીને આમ આદમી પાર્ટીએ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં વિપક્ષનું સ્થાન કોંગ્રેસ પાસેથી ઝુંટવી લીધું છે, તો ઘણાં સ્થળે ભાજપને હટાવીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા છે. આમ, આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં પગપેસારો કર્યો છે અને દિલ્હીની એમસીડીમાંથી પણ ભાજપના મૂળિયા ઉખેડી નાંખવાનો પડકાર ફેંક્યો છે, જે દેશ અને દિલ્હી-ગુજરાતની રાજનીતિમાં આવી રહેલા જબરા ઉલટફેરના સંકેતો આપે છે. દિલ્હી એમસીડી અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય મેળવ્યા પછી હવે આમ આદમી પાર્ટની નજર પંજાબ, હરિયાણા ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર પણ હોય, એ સ્વાભાવિક છે. આ કારણે બન્ને રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ માટે ગુજરાતમાં પણ નવો પડકાર ઊભો થયો છે.

એ અજબનો યોગાનુયોગ છે કે ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદી ગુજરાતનું વિકાસ મોડલ લઈને રાષ્ટ્રીય કક્ષાએ છવાયા અને વર્ષ ર૦૧૪ થી વડાપ્રધાન બન્યા છે, જ્યારે અન્ના આંદોલનમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી વર્ષ ર૦૧પ માં જીત્યા પછી વર્ષ ર૦ર૦ માં ફરીથી શાસન મેળવ્યું છે, અને હવે કેજરીવાલ દિલ્હીનું વિકાસ મોડેલ લઈને પંજાબ, હરિયાણા ઉપરાંત ગુજરાત પણ સર કરવાના મનસુબા સેવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પણ દિલ્હી વિધાનસભા જીતવાના સપના સેવી રહી છે. આમ રાજકારણમાં કોઈ સ્થાયી હોતું નથી, બધું પરિવર્તનશીલ રહેતું હોય છે, તેથી ભાજપને ગૌણ ગણીને પક્ષો અને રાજનેતાઓએ 'જનસેવા' વાસ્તવિક રીતે કરતી રહેવી જોઈએ.

close
Ank Bandh 26 January
close
PPE Kit