નગરના સાહિત્યકાર અનિલ સરૈયા 'અનમોલ' અને ગીતાબેનનું લગ્નજીવન એટલે

'અનમોલનું અનમોલ દામ્૫ત્ય જીવન'

જામનગરના જાણીતા સાહિત્યકાર અનિલ બી. સરૈયા "અનમોલ" અને તેમના પત્ની ગીતાબેનનું દામ્પત્ય જીવન આજે ૩૩ વર્ષ પૂર્ણ કરીને ૩૪ મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે.

અનિલભાઈ જામનગરની તથા જુનામાં જુની અને આજે પણ અવિરત ચાલી રહેલી સદીઓ જૂની એકમાત્ર ટોપણ માધવજી કાગદી (સ્થાપના - ૧૭૦૩) ના ઓનર છે.

તેમના લગ્ન તા. ૩-૭-૧૯૮૮ ને વિક્રમ સંવત ર૦૪૪ ના દ્વિતીય જેઠ વદી ૪ ને રવિવારના શુભ દિવસે મુંબઈના રામૈયા પરિવારની સુપુત્રી 'ગીતા' સાથે થયા હતાં.

આજે મુંબઈની છોકરીને જામનગર આવવું ન ગમે. પરંતુ ગીતાબેનના પિતા બેંક મેનેજર હોવાથી તેમની બદલી જામનગર થયેલ, ત્યારે બચપણનાં થોડા વર્ષો જામનગરમાં પણ રહ્યાં હોવાથી આપણા તળાવની પાળનું ખૂબ જ આકર્ષણ રહ્યું હતું અને એ જ તેને જામનગર કાયમ માટે ખેંચી લાવ્યું તેમ કહી શકાય.

અનિલભાઈ અને ગીતાબેનને બે સંતાનો પૈકી ૧ દીકરો જતીન અને તેની પત્ની દર્શિકા સાથે અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે સિંગાપોરમાં છે. દીકરી ચાર્મી એમ.બી.એ. થઈ મુંબઈમાં ઈવેન્ટર મેનેજમેન્ટનું કાર્ય કરી રહી છે.

અનિલભાઈ એટલે કે 'અનમોલ' નું સૌ પ્રથમ કાવ્ય ૧પમી ઓગસ્ટ-૧૯૮૦ ના 'નોબત' માં પ્રસિદ્ધ થયેલું. ત્યારથી સમયાંતરે લગભગ તમામ ગુજરાતી અખબારોમાં તેમની કૃતિઓ પ્રગટ થાય છે.

નોબતના આનંદ બજારમાં તેમના અમરપાત્રો કાકા કહેવતી શંકર, હરીઓમ્ હરી ફેઈમ હરીહરરાય, હરખચંદ હોલીવૂડ અને પિકાચૂ પહેલવાન ખૂબ જ લોકપ્રિય બનેલ.

આપણા ૫ૂર્વો વડાપ્રધાનો ઈન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધીના દુઃખદ અવસાન સમયે નોબતના સ્પે. વધારાના અંકમાં તેમની શિધ્ર કવિતા પ્રસિદ્ધ થઈ હતી.

અત્યારના ડિજિટલ યુગમાં તેની કૃતિઓ માતૃભારતી, પ્રતિલિપિ, શોપીઝેન, સમન્વિત જેવા અનેક ઈ-મેગેઝિનો ઉપર તથા 'અનમોલ્સ મલ્ટીફેરિયસ વર્લ્ડ' નામના બ્લોગ ઉપર પણ પ્રસિદ્ધ થઈ રહી છે.

તે સેવાભાવી સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (પૂર્વ) ના સિનિયર સભ્ય છે. ઉપરાંત ર૦૧૦ માં પ્રમુખ તરીકે સેવાકીય કાર્યો કરી ઈન્ટરનેશનલ બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કર્યો છે.

તેઓ જીવન વિશે નાનકડી કવિતામાં સુંદર વાત કરે છે.

"જન્મ છે નાટ્યખંડમાં પ્રવેશ" અનમોલ"

ભૂમિકા ભજવીને જતાં રહેવાનું,

તાળીઓના ગડગડાટ વચ્ચે."

close
Ank Bandh 29 March
close
PPE Kit