| | |

જામનગરમાંથી બે વાહનની ઉઠાંતરી

જામનગર તા. ૧૫ઃ જામનગરના લાલપુર બાયપાસ નજીકની જયહરિ-૨ સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ ભોજાભાઈ મકવાણાએ ગઈ તા. ૧૦ની રાત્રે પોતાનું જીજે-૧૦-ડીબી-૫૪૭૧ નંબરનું મોટરસાયકલ ઘરની બહાર પાર્ક કર્યા પછી સવાર સુધીમાં તે વાહન કોઈ શખ્સ ઉઠાવી ગયો હતો. આ ઉપરાંત તેમની બાજુમાં જ વસવાટ કરતા નીતિનભાઈ રામજીભાઈ બાલધાનું પણ જીજે-૩-જેડી-૩૭૦૬ નંબરનું મોટરસાયકલ પણ ચોરાઈ ગયું છે. બંને વાહનોની ચોરી અંગે હાર્દિકભાઈએ પંચકોશી 'બી' ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit