| | |

યુવકને આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુન્હામાં જામીન મંજુર

જામનગર તા. ૧૨ઃ લાલપુરમાં રહેતા દિલાવર રાણાભાઈ નોતીયાર નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ તેમના પિતા રાણાભાઈ બોદુભાઈ એ પોલીસને કરી હતી. આ યુવાનની ડાયરીમાં તે એક યુવતિને પ્રેમ કરતો હોવાનું લખેલું હતું. અને તે યુવતીને ભૂલી જવાનું કહી મયુર કમલેશભાઈ ગડારા, વિપુલ શાંતિલાલ ઘેટીયા હેરાન કરતા હોવાનું રાણાભાઈએ ફરિયાદમાં જણાવતા પોલીસે ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત આરોપીઓએ જામીન મુક્ત થવા જામનગરની અદાલતમાં અરજી કરતા અદાલતે બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ વિમલભાઈ ચોટાઈ, સુમીત સોલંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit