| | |

ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ પર જીપની પલટીઃ મુસાફરો ઘવાયા

જામનગર તા. ૨૬ઃ ખંભાળીયાના સામોર ગામ પાસે ગઈકાલે બોલેરો જીપે પલટી મારતા કેટલાક મુસાફરો ઘવાયા હતાં.

ખંભાળીયા-દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા સામોર ગામના પાટીયા પાસેથી ગઈકાલે પસાર થતી જીજે-૧૦-ટીટી-૫૫૧૦ નંબરની બોલેરોના ચાલક જામનગરવાળા રમેશ કરશનભાઈ ઓડીચના બેફીકરાઈ ભર્યા ડ્રાઈવીંગના કારણે જીપે પલટી મારી હતી. આ અકસ્માતમાં જામનગરના બાબુભાઈ નારણભાઈ અસ્વાર તથા અન્ય મુસાફરોને ઈજા થઈ છે. પોલીસે જીપચાલક રમેશભાઈ સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit