Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ રૂા.૩૫ હજારની મત્તા સુટકેશમાંથી કાઢી જવાઈઃ
જામનગર તા. ૨૫ઃ જામનગરના હવાઈચોક વિસ્તારથી આગળ આવેલી હાથી શેરીમાં એક બંધ પડેલા મકાનમાં સોમવારની સવારથી બુધવારની સવાર સુધીમાં સોના-ચાંદીના કેટલાક દાગીના, જુનવાણી સિક્કા અને સ્ટેમ્પ કલેક્શનની ચોરી થઈ છે. પોલીસે રૂા.૩૫ હજારની મત્તાની ચોરીનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના હવાઈચોક વિસ્તારથી ભંગાર બજારવાળા રોડ પર આવેલા વૈજનાથ મંદિર સામેની હાથી શેરીમાં શ્રીકૃષ્ણ ભવન નામના મકાનમાં રહેતા પ્રવીણભાબેન સુધીરભાઈ ગુસાણી નામના સોની મહિલાના મકાનમાં સોમવારની સવારથી બુધવારની સવાર સુધીમાં ચોરી થઈ છે.
તેઓના ઉપરોકત સમય દરમિયાન બંધ પડેલા મકાનમાં કોઈ તસ્કર ઘૂસી ગયો હતો. તેણે એક ઓરડામાં રાખવામાં આવેલા કબાટમાંથી સુટકેશ કાઢી તેમાંથી મોતીના બે સેટ, સોનાની બે જોડી બુટી, સોનાના બે મંગળસૂત્ર, ચોકીના ચાંદીના સેટ, મંદિરમાં રાખવાના સોના તથા ચાંદીના ચાર-ચાર, સોનાની ચશ્માની ફ્રેમ તેમજ અગાઉ ચલણમાં રહેલા ચાંદીના નાના મોટા સિક્કા તેમજ જુનવાણી ચલણી નોટો, સ્ટેમ્પ કલેકશનની ટિકિટો, ત્રાંબાના હુંક જેમાં ભરવામાં આવેલા હતા તે ડબ્બો તથા ચાંદીની નાની મોટી વસ્તુ ઉઠાવી લીધી હતી.
બુધવારે સવારે ચોરીની જાણ હાલમાં પટેલ કોલોનીની શેરી નં.૪માં ગોકુલધામ રેસીડેન્સીમાં રહેતા પ્રવીણભાબેનને થતાં પ્રવીણાબેને ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે. પોલીસે કુલ રૂા.૩પ હજારની ચીજવસ્તુની ચોરી કરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial