Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગર પાલિકામાં આધાર-પુરાવા સાથે સંપર્ક કરવા અનુરોધ
જામનગર તા. ૨૭: જામનગર મહાનગર પાલિકામાં મિલકત વેરા શાખાની પડતર અરજીઓના નિકાલ અંગે સ્પેશ્યલ કેમ્પનું આયોજન થયું છે.
જામનગર મહાનગરપાલિકામાં સ્ટાફ અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાથી સંબંધી વિભાગની કામગીરી પેન્ડિંગ રહેવા પામતી હતી. જેના નિકાલ માટે આવતીકાલે શનિવારના સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જણાવ્યું છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા તમામ મિલકત ધારકોને આ અખબારી યાદીથી જણાવવામાં આવે છે કે, મિલકત વેરા શાખાના કર્મચારીઓ એસઆઈઆર/ બીએલઓ (ચૂંટણીલક્ષી કામગીરી)ની કામગીરીમાં રોકાયેલ હોવાથી, મિલકત ધારકો દ્વારા કરવામાં આવેલી વિવિધ અરજીઓ જેવી કે નામ ટ્રાન્સફર, બાંધકામમાં વધારો-ઘટાડો, ભાડુઆત વધ-કમી અને મિલકતની નવી નોંધણી અંગેની કામગીરી પેન્ડીંગ રહેવા પામેલ છે.
મિલકત ધારકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈને, પેન્ડીંગ કામગીરીના ઝડપી નિકાલ માટે શાખા દ્વારા ખાસ આયોજન કરી, તેઓની સુવિધા માટે તા.૨૮/૦૨/૨૦૨૬, શનિવારના સ્પેશયલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. મિલકત વેરા શાખા ખાસ ખુલ્લી રાખવામાં આવશે.
આથી તમામ મિલકત ધારકોને જાણ કરવામાં આવે છે કે તેઓની પેન્ડીંગ અરજી બાબતે તા. ૨૮/૦૨/૨૦૨૬, શનિવારના જરૂરી આધાર-પુરાવા સાથે મિલકતવેરા શાખાનો સંપર્ક કરી પોતાની અરજીનો નિકાલ કરાવી લેવા જામનગર મહાનગરપાલિકા તરફથી ખાસ અનુરોધ કરવામાં આવે છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના જાહેર કરેલ હોય, જેની મુદત તા. ૩૧/૦૩/૨૦૨૬ ના પૂર્ણ થતી હોય, આ યોજનાનો લાભ લેવા પણ શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial