Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માંડવી તાલુકાના કોડાઈપુલમાં પાંચમી જુલાઈથી શરૂ થયેલા
જામનગર તા. ૨૩: જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર નિર્દેશિત કોડાઈપુલ (તા.માંડવી)માં દસ દિવસીય એનસીસી કેમ્પનું આયોજન થયું છે. જામનગર અને કચ્છના ૫૦૦ કેડેટ્સ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે.
જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરના નિર્દેશન હેઠળ ભુજ સ્થિત ૩૬ ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા ૫ થી ૧૪ જુલાઈ દરમિયાન એનસીસી કેમ્પનું આયોજન કરવામાં આવી રહૃાું છે. માંડવી તાલુકાનાં કોડાઇપુલમાં યોજાયેલા આ ૧૦ દિવસીય કેમ્પમાં ૨૭ ગુજરાત એનસીસી બટાલિયન જામનગર અને કચ્છમાંથી કુલ ૫૦૦ કેડેટ્સ ભાગ લઈ રહૃાા છે.
(સીએટીસી) તથા થલ સૈનિક કેમ્પની કેડેટ્સ પસંદગી માટેના આ સંયુક્ત કેમ્પમાં યુવા કેડેટ્સને ડ્રીલ, ફાયરિંગ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ઇમરજન્સી ફર્સ્ટ એઇડ વગેરે જેવી એનસીસી તાલીમ આપવામાં આવી રહી છે.
લશ્કરી તાલીમ ઉપરાંત, કેડેટ્સને તબીબી પ્રાથમિક સારવાર, નાગરિક સંરક્ષણ વગેરેમાં પણ પ્રશિક્ષિત કરવામાં આવશે. આ શિબિર દરમિયાન ડ્રગ્સના દૂષણથી બચવા અંગે સેમિનાર પણ યોજાશે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સના દુરુપયોગને રોકવા, શૈક્ષણિક દેખાવ સુધારવા અને શાળામાં હાજરી નિયમિત કરવા ઉપયોગી બનશે તથા વિદ્યાર્થીઓ, માતાપિતા અને સંસ્થાકીય સદસ્યો વચ્ચે સુમેળ વધારવા, શાળા /કોલેજનું સુરક્ષિત અને વધુ સહયોગપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં પણ મદદ કરશે.
આ ઉપરાંત, 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત ૭૨ જિનાલય સંકુલમાં ૨૦૦થી વધુ વૃક્ષ વાવવામાં આવશે, જે પ્રકૃતિના સંરક્ષણમાં ખૂબ મદદ કરશે. શિબિર દરમિયાન, પ્રદેશના સ્થાનિક કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કચ્છી ચિત્રો અને માટીકામના વર્ગો પણ યોજવામાં આવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial