Advertisement
Author: નોબત સમાચાર

કેવી રોડ પર દુકાન પાસેથી ૧પ મિનિટમાં બાઈકની ચોરી

દડિયાના વેપારીએ કરી રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના દડીયા ગામના એક વેપારીએ ગયા સોમવારે બપોરે કાશી વિશ્વનાથ રોડ પર એક દુકાન પાસે રાખેલુ પોતાનું બાઈક માત્ર પંદર મિનિટમાં કોઈ શખ્સ હંકારી ગયાની ફરિયાદ નોંધાવી છે.

જામનગર-સમાણા ધોરી માર્ગ પર આવેલા દડીયા ગામમાં રહેતા દીપેશ ચંદુલાલ લખીયર નામના વેપારીએ ગઈ તા.રની બપોરે પોતાનું જીજે-૩-એલક્યુ ૩૨૦૧ નંબરનું હોન્ડા કંપનીનું મોટરસાયકલ કાશી વિશ્વનાથ રોડ પર એક દુકાન પાસે મૂક્યું હતું.

ત્યાંથી માત્ર પંદર મિનિટમાં રૂ।.૩૦ હજારનું આ વાહન ચોરાઈ ગયું છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીપેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh