Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાં આખલાઓનો ત્રાસ!
સલાયા તા. ૧૯: સલાયામાં છેલ્લા ઘણાં સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. જેમાં આખલા બેફામ બન્યા છે. આ આખલાઓનો ત્રાસ એટલો વધ્યો છે કે મોટી ઉંમરના લોકો અને બાળકો રસ્તા ઉપર નીકળતા ડરે છે. થોડા થોડા દિવસે આખલા યુદ્ધ સલાયાની બજારોમાં સામાન્ય બન્યા છે. કેટલાય લોકોને આ આખલાના યુદ્ધ દરમિયાન નાની-મોટી ઈજાઓ થાય છે અને મુશ્કેલીમાં મૂકાય છે.
હાલમાં જ સલાયામાં મેઈન બજારમાં આવેલ શિવમ ફરસાણની દુકાનમાં વેપારી જ્યારે શાંતિપૂર્વક ધંધો કરી રહ્યો હતો ત્યારે અચાનક બે આખલા રસ્તા ઉપર ઝઘડતા હતાં અને આ યુદ્ધ દરમિયાન એક મહાકાય આખલો ભારે સ્પીડ સાથે આ ફરસાણની દુકાનમાં આવી ચઢ્યો હતો. જ્યાં ઊભેલા ગ્રાહકો અને વેપારી ડરીને ભાગ્યા હતાં.
આ આખલાએ દુકાનનમાં ઘૂસી અને ભારે નુકસાની કરી હતી. મીઠાઈ અને ફરસાણના ડબ્બાઓ અને અન્ય ફર્નિચર તોડી નાખ્યા હતાં. સદ્નસીબે બહુ કોઈને લાગ્યું ન હતું પણ દુકાનદારને ભારે નુકસાની આવી હતી. તંત્ર દ્વારા જાહેર રસ્તાઓમાં રખડતા આખલાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા કોઈ નક્કર પગલાં લે તેવી માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial