Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માધવપુર-ઘેડ મેળા અંતર્ગત
દ્વારકા તા.૩૦: ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતની ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનોનો ઉત્સવ માધવપુર ઘેડનો મેળો યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રૂક્મણિજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂક્મણિજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેશે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષસ્તામાં જિલ્લા કલેક્ટરે રાજયપાલની દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત અન્વયે સંલગ્ન વિભાગના અધિકારીઓને તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભુપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ કલેક્ટર મનોજ દેસાઈ, રિધ્ધિ રાજયગુરૂ તેમજ દ્વારકાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial