Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ભારતીય કિસાન સંઘની વિશેષ કારોબારીની બેઠક યોજાઈ

ખેડૂતોને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓ-પ્રશ્નો અંગે ચર્ચા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં આવેલા રામદેવપીરના મંદિરે ભારતીય કિસાન સંઘની દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિશેષ કારોબારી બેઠક સંઘના રાષ્ટ્રીય અધિકારી તથા પદ્મશ્રી વિજેતા ડો. દાદા લાડની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ બેઠકમાં ખેડૂતો માટે મહત્ત્વના પ્રશ્નો, ગેસની પાઈપલાઈનો ખેતરમાંથી નીકળવી, વીજળીનો મુદ્દો, જમીનના રી-સર્વે તથા સર્વે, ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવનો મુદ્દો, સિંચાઈની સુવિધાઓ, ખેતરોમાંથી વીજ વાયરની લાઈનો કાઢવાના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તથા ખેડૂતોના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની રજૂઆતના સંદર્ભમાં ચૌદ મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા હતાં તથા જેમાંથી કેટલાકના પરિપત્રો પણ કરવામાં આવ્યા હોય, આ સંદર્ભમાં જાણકારી ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્ય, નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પ્રભારી મનસુખભાઈ પટોડીયા દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી ડો. દાદા લાડની દ્વારા ગાય આધારિત ખેતી તથા કપાસની ખેતી, પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપવામાં આવી હતી.

દ્વારકા જિલ્લાના તમામ કારોબારી સદસ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સંચાલન જિલ્લા મંત્રી માલદેભાઈ ગોઝીયા દ્વારા થયું હતું. આભારવિધિ જિલ્લા પ્રમુખ મનસુખ ચોપડા દ્વારા થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh