Advertisement
Author: નોબત સમાચાર

એનપીકે ખાતરના ભાવોમાં તોતીંગ વધારા સાથે દ્વારકા જિલ્લા કોંગ્રેસ આગબબૂલાઃ તીવ્ર વિરોધ

પાછલા દરવાજેથી રૂપિયા લઈને "કમલમ્" નથી બનતા ને ?

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: તાજેતરમાં સરકાર દ્વારા એન.પી.એ. ખાતરના ભાવમાં ૫૦ કિલો ખાતરની થેલી પર ૧૩૦ રૂપિયાનો ભાવ વધારો કરીને ૧૭૨૦ ની થેલી ૧૮૫૦માં મળવા લાગતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારકા તથા રાજ્યના કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો.

ખેડૂતો માટે જરૂરી દવા, બિયારણ, ખાતર ડીઝલના ભાવો વધે છે જ્યારે ખેત પેદાશોના ભાવો દર વર્ષે ઘટે છે !! સરકાર બે લાખ કરોડની સબસીડી આપીને માત્ર ૧૦ વર્ષમાં ખાતરમાં ૩૫૦ ટકા ભાવ વધારો કરે છે ! સરકારના  મંત્રાલયો પાછલા દરવાજે રૂપિયા લઈને ભારતભરમાં "કમલમ્" (ભાજપના કાર્યાલયો) નથી બનાવતાને ? તેવો વેધક સવાલ કર્યો હતો તથા ભારતીય કિસાન સંઘ તથા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા તથા જમીન માપણી, પાક વીમા પ્રશ્ને ભારતીય કિસાન સંઘના મૌન પર પણ પ્રહારો કર્યા હતા. રાજ્યના કૃષિમંત્રી કહે છે ખાતરની અછત નથી તો ખેડૂતો શા માટે લેવા લાઈનો લગાડે છે ? આર.એસ.એસ.ની એક સંસ્થાના ખાતર ના  આપે અને બીજી સંસ્થા વિરોધ કરે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જણાવ્યું હતું.

ભાજપના પ્રવક્તા શૈલેષ પરમાર દ્વારા કોંગ્રેસ માત્ર આક્ષેપોની રાજનીતિ કરતા હોવાનું જણાવીને કોંગ્રેસના શાસનમાં પણ એન.પી.કે. ના ભાવ વધેલા તથા હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારો થતાં ભાવ વધ્યાનું જણાવ્યું હતું. કોંગ્રેસના શાસનમાં પણ એન.પી.કે.માં સબસીડી ના અપાતી હોવાનું જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh