Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા દર્શનેથી પરત ફરતા સમયે અકસ્માતઃ
જામનગર તા. ૧૯: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માતે રિક્ષા વૃક્ષ સાથે અથડાઈ જતા તેના ચાલકનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના ભાઈને ઈજા પહોંચી હતી. ઉપરાંત અન્ય એક બનાવમાં જામનગરમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં ચોકમાં ઉભા રહેલા એક યુવાનને કારચાલકે ઠોકર મારતા તેને ગંભીર ઈજા થવા પામી હતી. જે બનાવ અંગે કારચાલક સામે પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.
રાજકોટમાં નરસિંહનગર શેરી નં.૬ આરટીઓ ઓફિસ પાછળ રહેતા મનિષ રાજાભાઈ દેવરીયા (ઉ.વ.રર) અને તેના ભાઈ હર્ષ રાજાભાઈ દેવરીયા (ઉ.વ.૧૯) રિક્ષા લઈને દ્વારકા દર્શનાર્થે ગયા હતા. ગત તા.૧૭ના તેઓ રાજકોટ જવા રવાના થયા હતા. રાત્રે ત્રણેક વાગ્યે તેમની રિક્ષા ધ્રોલ માર્ગે સરમારીયા દાદાના મંદિર પાસેથી પસાર થતી હતી. ત્યારે પાછળથી ટ્રકચાલકે રિક્ષાને ઓવરટેક કરતા રિક્ષાચાલક હર્ષ દેવરીયાએ પોતાની રિક્ષા રોડ સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યાે હતો. આ સમયે તેમની રિક્ષા ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં તેના ચાલક હર્ષદ દેવરીયાને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મનિષને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ઉનની કંદોરી પાસે સુમરા ચાલીનો રહેતો નાસીર મુસાભાઈ મથુપોત્રા નામનો છવ્વીસ વર્ષનો યુવાન ગઈ તા.૧૭ના ઘાંચીની ખડકી પાસે શહીદી ચોકમાં ઉભો હતો ત્યારે જીજે-૧૦-ડીએન ૨૧૦૦ નંબરની મોટરચાલકે તેને હડફેટે લેતા નાસીરને ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમને બેદરકારીથી વાહન ચલાવી પોતાને હડફેટે લઈ ઈજા પહોંચાડનાર કારચાલક અલ્તાફ જુસબભાઈ ખફી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial