Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષીને સંસ્થાઓ દ્વારા કરાયું સેવાકાર્યઃ
જામનગરમાં છેલ્લા ઘણાં વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શ્રી શક્તિ દળ સેવા ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વિન્સના સંયુક્ત ઉપક્રમે સાતમ-આઠમના તહેવારો નિમિત્તે જરૂરિયાતમંદ બહેનોને પચાસ જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર મધ્યમાં આવેલા શેખર માધવાણી લાયન્સ હોલમાં તાજેતરે યોજાયેલા રાશન કીટ વિતરણ કાર્યક્રમમાં ઉક્ત બન્ને સંસ્થાઓના હોદ્દેદારો-સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજરરહ્યા હતાં અને સંસ્થાઓની ઉપરોક્ત કામગીરીને બીરદાવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાઓના પ્રમુખો દર્શકભાઈ માધવાણી અને ધ્રુવિ સોમપુરા, તથા ગીતાબેન સાવલા, દિલીપભાઈ સાવલા, પ્રો. હસમુખભાઈ પડીઆ, એમ.યુ. ઝવેરી, રોહિતભાઈ જોષી, સતિષભાઈ ભટ્ટ, નિરવભાઈ વડોદરિયા, જયશ્રીબેન જોષી, કીર્તિબેન માધવાણી, વૈશાલીબેન માધવાણી, રાકેશભાઈ સોમપુરા, કમલભાઈ વ્યાસ, કિશોરભાઈ રાજાણી, વિઠ્ઠલભાઈ ધોળકિયા, પરેશભાઈ રૂપારેલ, મીનાબેન, હીરીબેન, કુંદનબેન, રાજેશભાઈ, ઓતમચંદભાઈ, રાજેન્દ્રભાઈ રાયવડેરા, પરેશભાઈ દવે વિગેરેએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને રાશન કીટનું વિતરણ કર્યું હતું.