Advertisement
Author: નોબત સમાચાર

બિહારમાં નેપાળ સરહદેથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ ખુંખાર આતંકી ઘૂસ્યાઃ રાજ્યમાં હાઈએલર્ટ

રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા વચ્ચે

                                                                                                                                                                                                      

પટણા તા. ૨૮: રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલ છે. બિહાર પોલીસ હેડક્વાર્ટરે નેપાળ મારફત બિહારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી ઘૂસ્યા હોવાનું જણાવ્યું છે. જેના લીધે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બિહાર હેડક્વાર્ટરે જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી હસનૈન અલી, આદિલ હુસૈન, મોહમ્મદ ઉસ્માન નેપાળના માર્ગેથી બિહારમાં ઘૂસ્યા છે. તેઓ મોટો હુમલો કરવાનો ઈરાદો ધરાવતા હોવાની આશંકા છે. રાજ્યમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા સરહદો પર સ્પેશિયલ વિજિલન્સ પણ ગોઠવવામાં આવ્યા છે.

જૈશ-એ-મોહમ્મદના આ ત્રણ આતંકવાદીના સ્કેચ જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, હસનૈન અલી રાવલપીંડીનો રહેવાસી છે. જ્યારે આદિલ હુસૈન ઉમરકોટ અને મોહમ્મદ ઉસ્માન બહવલપુરના રહેવાસી છે. ત્રણ આતંકીના પાસપોર્ટ સંબંધિત માહિતી પણ રજૂ કરવામાં આવી છે. આ આતંકીઓ ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમાંડુ પહોંચ્યા હતા. બાદમાં ત્રીજા સપ્તાહે નેપાળ સરહદ પરથી બિહારમાં ઘૂસ્યા હતા.

બિહારમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનું ષડયંત્ર હોવાની આશંકા છે. બિહારના ભાગલપુર આસપાસના જિલ્લા અરરિયા, કિશનગંજ, અને સુપૌલ નેપાળની સરહદ પર સ્થિત છે. મઘુબની, સીતામઢી, પૂર્વીય ચંપારણ અને પશ્ચિમ ચંપારણ પણ સરહદ પર સ્થિત જિલ્લા છે. આ જિલ્લાઓમાં હાઈ એલર્ટ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh