Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કઠુઆ જિલ્લાના બનીના ખાવલામાં વાદળ ફાટ્યું:
નવી દિલ્હી તા. ૧૯: જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ સતત બની રહી છે. સોમવારે કુપવાડાના લોલાબ અને કઠુઆ જિલ્લાના બની વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. આમાં કોઈ જાનમાલનું નુક્સાન નથી થયું, પરંતુ વિસ્તારોમાં ભારે કાટમાળ જમા થઈ ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં ૮૦ લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં કઠુઆમાં ૭, યાશોભીમાં ૬૩ સહિત ૮૦ ના મૃત્યુ થયા હતાં. પ્રદેશના ઘણાં ભાગોમાં સવારથી બપોર સુધી વરસાદ ચાલુ રહ્યો. દક્ષિણ કાશ્મીરને જમ્મુ સાથે જોડતો મોર્ગન-સિંથાનટોપ રસ્તો પણ બંધ રહ્યો. બીજી તરફ હવામાનને ધ્યાનમાં રાખીને, ૧૯ ઓગસ્ટના જમ્મુ વિભાગની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે મંગળવારે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાઓ નજીકના વિસ્તારો અને ભૂસ્ખલનવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
તમામ જિલ્લાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. કુપવાડા જિલ્લામાં લોલાબના વારનોવ જંગલમાં સવારે વાદળ ફાટ્યા પછી પૂરથી નુક્સાન થયું હતું. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને પાણી ભરાઈ ગયા છે.
કઠુઆ જિલ્લામાં વાદળ ફાટ્યું
જંગલને અડીને આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે, જો કે પૂરનું પાણી ત્યાં સુધી નથી પહોંચ્યું. વન સંપત્તિને નુક્સાન થયું છે. વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તાર બનીના ખાવલમાં વહેલી સવારે વાદળ ફાટ્યું હતું.
ત્યાંથી વસાહત પ૦૦ મીટર દૂર હતી. વાદળ ફાટ્યા પછી પાણી ખાડ નળામાં વહી ગયું. ઉત્તર-પૂર્વ કાશ્મીરમાં સોનમર્ગ અને પહલગામમાં અમરનાથ ગુફા અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે આ ઋતુની પહેલી હિમવર્ષા થઈ. ઘાટીમાં વરસાદના કારણે કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો થયો. કાશ્મીરના પ્રવેશદ્વાર કાંઝાગુંડમાં સૌથી વધુ રપ મી.મી. વરસાદ નોંધાયો હતો. ત્યારપછી કોકરનાગમાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં સાંજે પ-૩૦ વાગ્યા સુધી ૧૭.ર મી.મી. વરસાદ ખાબક્યો હતો, જ્યારે પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં ૧૬.૪ મી.મી. વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાની, નિચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની, પહાડી અને પર્વતિય વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની, જમ્મુ-શ્રીનગર હાઈવે, બટોટ-ડોડા-કિશ્તવાડ અને જમ્મુ-રાજૌરી-પૂંચ હાઈવેના સંવેદનશીલ વિસ્તારમાોં વરસાદ દરમિયાન ખડકો ઘસી પડવાની ચેતવણી આપી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે સરકારે તમામ ડેપ્યુટી કમિશનરો, પોલીસ અને એન્જિનિયરો તેમજ સંબંધિત કર્મચારીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સામનો કરવા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial