Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: જામનગરના બેડી તેમજ સચાણા, સિક્કા અને બેડના રસુલનગરમાં એસઓજી દ્વારા કેટલીક બોટના રજીસ્ટ્રેશન અંગે ચકાસણી શરૂ કરવામાં આવ્યા પછી ત્રણ શખસે ૩૦ જેટલા માછીમારોની જૂની ફીશીંગ બોટના રજીસ્ટ્રી સર્ટીફિકેટમાં નવી બોટ ખરીદી હોય તેવા ખોટા બીલ મંગાવી ફીશરીઝ વિભાગમાં તે બોટમાં સુધારા વધારા કર્યા છે તેમ જણાવી ઓનલાઈન સબમીશન કર્યાનું ખૂલ્યું છે. એસઓજીના ફોજદારે ખુદ ફરિયાદી બની ૩૪ વ્યક્તિ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના કેટલાક માછીમારો દ્વારા જૂની માછીમારી બોટ કે જેના રજીસ્ટર સર્ટીફિકેટ ન હોય તેવી બોટના નવી ખરીદેલી બોટના બીલ સાથે ગોબાચારી કરવામાં આવતી હોવાની કેટલીક વિગતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી હતી.
તે દરમિયાન જામનગરના બેડી તેમજ રસુલનગર, સિક્કા તથા સચાણાના દરિયાકાંઠે તપાસ કરાતા ૩૩ માછીમારોએ ભાવનગરના એક આસામી પાસેથી બોટ નવી ખરીદી હોય તેવા બીલ મંગાવ્યાનું ખૂલ્યું હતું. વધુ તપાસ કરાતા જામનગરના ગુલાબનગર રોડ પર રવિ પાર્કમાં રહેતા મૂળ બેડના રસુલનગરવાળા અનવર અજીઝ ગાધ, સિક્કાના ઈશાક ઈબ્રાહીમ હુંદડા તથા અખ્તર ઈબ્રાહીમ માણેક નામના ત્રણ શખસે ભાવનગરના આતાભાઈ ચોકમાં રહેતા તરૂણભાઈ સવાઈલાલ રાંજપુરા નામના આસામી પાસેથી કેટલાક બીલ મેળવ્યાનંુ પ્રકાશમાં આવ્યું હતું.
જામનગર તથા સિક્કાના આ ત્રણ શખ્સોએ ભાવનગરના તરૂણભાઈ પાસેથી માછીમારી બોટની નવી ખરીદી હોય તે પ્રકારના બીલ મંગાવી ૩૧ જેટલા માછીમારોને સાથે રાખી માછીમારી બોટમાં સુધારા વધારા દર્શાવી, તેના કાગળો તૈયાર કરી જામનગર સ્થિત ફીશરીઝ ડિપાર્ટમેન્ટમાં ઓનલાઈન સબમીટ કર્યાની વિગત પણ જણાઈ આવી હતી. આ પ્રકારના સબમીશન ચેક કરવામાં આવતા હાજી ઈબ્રાહીમ ભાયા, જફર ઈશા ભગદ, રેલીયા બીલાલ દીનમામદ, અબ્દુલ સલીમ કકલ, ઈકબાલ અબ્દુલ મોડા, હમીદ આમદ ગંઢાર, સલીમ ઈસ્માઈલ સંઘાર, અબ્બાસ હારૂન સોઢા, હાજી નુરમામદ સોઢા, અખ્તર સુલેમાન લોંદ્રા, અલી ઈસ્માઈલ કકલ, આમદ સાલેમામદ બારોયા, અહેમદ કાસમ જખરા, સુલેમાન ગુલામહુસેન સાયચા, જફર અનવર ભાયાણી, અકબર જુસબ ગજણ, અકબર ઈસ્માઈલ સંઘાર, અકબર મામદ હમીરાણી, મુસા જાકુબ કકલ, મુમતાઝ અહેમદ સોઢા, મુબારક ઈકબાલ સંઘાર, અલ્તાફ અહેમદ કકલ, કાસમ મુસા સંુભણીયા, ઓસમાણ અલીયાસ સુંભણીયા, બીલાલ તાલબ કકલ, સલીમ ગની ગંઢાર, સલીમ મામદ ગંઢાર, સાજીદ શબ્બીર સોઢા, ઈકબાલ દાઉદ હુંદડા, અયુબ ઓસમાણ બારોયા નામના ૩૦ માછીમાર સાથે મળી અનવર અજીઝ, ઈશાક હુંદડા, અખ્તર માણેકે વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૨૩ સુધી કાવતરૂ રચી જૂની ફીશીંગ બોટના રજીસ્ટ્રી સર્ટીફિકેટ (કોલ) ન હોય તેવી ફીશીંગ બોટના નવી ખરીદ કરેલી હોય તેવા ખોટા બીલ તરૂણભાઈ પાસેથી મંગાવી જૂની ફીશીંગ બોટમાં સુધારા વધારા કર્યા હોવાનું દર્શાવી ફીશરીઝ વિભાગમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે કાગળો સબમીટ કર્યાનું ખૂલ્યું છે.
આ કૌભાંડના પગલે પીએસઆઈ એસ.પી. ગોહિલે ખુદ ફરિયાદી બની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ૩૦ માછીમાર, ત્રણ અન્ય વ્યક્તિ અને ભાવનગરના તરૂણભાઈ રાજપુરા સામે આઈપીસીની કલમ ૧૨૦ (બી), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial